PGVCL Exam Scam: વિદ્યુત સહાયક ભરતી કૌભાંડ (PGVCL Exam Scam) મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં PGVCLના 30 વિદ્યુત સહાયકોને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે સુરત પોલીસની તપાસ બાદ શંકાસ્પદ પાસ થયેલા પરીક્ષાર્થીઓનું લીસ્ટ PGVCLને આપવામાં આવ્યા બાદ પીજીવીસીએલ દ્વારા તપાસ કરતા 30 જેટલા વિદ્યુત સહાયકોને ફરજ મૌકૂફ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
30 વિદ્યુત સહાયકોને ફરજ મુક્ત કરાયા
PGVCL દ્વારા ચોરવાડ, બાંટવા, લાલપુર, ધોરાજી, ભાયાવદર, જામજોધપુર, કુતિયાણા, દસાડા, બોટાદ, સામખીયારી, બરવાળા, રાણપુર, સુરેન્દ્રનગર, ગાંધીધામ, ભચાઉ, ભુજ સહિતની કચેરીમાં ફરજ બજાવનારા વિદ્યુત સહાયકોને ફરજ મૌકૂફ કરવામાં આવ્યા છે.
શું છે સમગ્ર મામલો?
રાજકોટમાં 2021માં સક્સેસ ઈન્ફોટેક (Success Infotech) નામની કંપની દ્વારા વિદ્યુત સહાયકોની ભરતીની પરીક્ષાઓ લેવામાં આવી હતી. આ પરીક્ષામાં 400થી વધુ પરીક્ષાર્થીઓ પાસ થયાં હતાં. જોકે, પરિણામ બાદ વિદ્યુત સહાયકોની ભરતી પરીક્ષામાં કૌભાંડ થયું હોવાના આરોપ થયા હતા. જે બાદ પરીક્ષામાં ગોલમાલ થયાની ફરિયાદ સુરત ક્રાઈમ બ્રાન્ચ ખાતે કરવામાં આવી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પરીક્ષા કેન્દ્રના માલિક, કોમ્પ્યુટર લેબ ઇન્ચાર્જ એજન્ટ સહિત 12 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી
10થી 15 લાખમાં થયો હતો વહીવટ!
જે બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે શંકાસ્પદ પાસ થયેલા પરીક્ષાર્થીઓનું લીસ્ટ પીજીવીસીએલને સોંપ્યું હતું.
ઉમેદવારો પાસેથી 10થી 15 લાખમાં વહીવટ કરવામાં આવ્યો હતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું. જે બાદ પીજીવીસીએલ દ્વારા તપાસ કરતા 30 જેટલા વિદ્યુત સહાયકોને ફરજ મૌકૂફ કરવામાં આવ્યા છે. તમામ કર્મચારીઓ સામે તહોમતનામુ દાખલ કરવા આદેશ આપવામાં આવ્યો છે.
ઈનપુટઃ રોનક મજીઠીયા, રાજકોટ
ADVERTISEMENT