Opposite of smart power meter: કોઈપણ દેશના વિકાસમાં ટેક્નોલોજી મહત્વનો ભાગ ભજવે છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. ડિજિટલાઈઝેશન ભારતને અનેક બાબતોમાં ઘણા મોટા દેશો કરતાં આગળ લઈ ગયું છે. હવે તો વીજ મીટર પણ ડિજિટલ લગાવવામાં આવી રહ્યા છે. સ્માર્ટ સિટીઓમાં હવે સરકાર દ્વારા સ્માર્ટ મીટરો લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ઠેર-ઠેર આ સ્માર્ટ મીટરોનો વિરોધ થઈ રહ્યો છે. સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવતું હોવાનો આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. લોકો દ્વારા ફરી જૂનું મીટર લગાવવાની માંગ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
વડોદરામાં સ્માર્ટ મીટરને લઈને રોષ
વડોદરા શહેરમાં કેટલાક સ્થળોએ સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવ્યા છે. તેમાં વધુ બિલ આવતું હોવાના આક્ષેપ સાથે છેલ્લા ત્રણ દિવસથી વીજ કચેરી ખાતે સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. શહેરમાં સુભાનપુરા, ગોરવા, અકોટા, ફતેગંજ વિસ્તારના લોકો પ્રિપેડ સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે.
ફતેગંજના રહીશોએ વીજ કચેરીએ કર્યો હલ્લાબોલ
લોકોના ઘરોમાં વીજળી ડૂલ થતાં ફતેગંજ વીજ કચેરી ખાતે લોકોએ મોરચો માંડ્યો હતો. સ્થાનિક લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અમારા ઘરોમાં છેલ્લા ઘણા કલાકોથી લાઈટો નથી, ઘરમાં નાના બાળકો, વૃદ્ધો છે તો લાઈટ વગર કેવી રીતે ચાલે. જૂના વીજ મીટરો હતા, ત્યારે આવી સમસ્યા સર્જાતી ન હતી. પરંતુ જ્યારથી આ નવા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે ત્યારથી આ મુશ્કેલી પડી રહી છે. નાગરિકો આક્ષેપ કરી રહ્યા છે કે હાલમાં વીજબીલ ખૂબ વધુ આવે છે. માત્ર 10 જ દિવસમાં 1000નું રિચાર્જ પૂરું થઈ જાય છે.
પૂછ્યા વગર મીટરો બદલી નાખ્યાઃ સ્થાનિક
અન્ય એક સ્થાનિકે કહ્યું કે, અગાઉ 10 દિવસનું બિલ 200 આવતું હતું, તેની જગ્યાએ હવે 1000 રૂપિયા આવી રહ્યું છે. ઘર માલિકોને પૂછ્યા વગર જ મીટો બદલી નાખ્યા છે. અમારીમાં માંગ છે કે જૂના મીટરો પાછા લાવો.
રાજકોટમાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ
રાજકોટમાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે. સ્માર્ટ મીટરથી નુકસાન થતું હોવાનો રાજકોટવાસીઓ આક્ષેપ કરી રહ્યા છે. ગ્રાહકોનું કહેવું છે કે ઘણા લોકોનો પગાર 5થી 10 તારીખની વચ્ચે થાય છે, એવામાં જો રિચાર્જ કરવામાં થોડો વિલંબ થાય તો વીજપુરવઠો બંધ થઈ જાય છે. તો જૂના મીટર કરતા સ્માર્ટ મીટરમાં વીજ બિલવ વધારે આવે છે. ગ્રાહકો સ્માર્ટ મીટર હટાવીને જૂના મીટર ફરી લગાવવા માગ કરી રહ્યાં છે.
સુરતવાસીઓએ વીજ કચેરી ખાતે કર્યો હલ્લાબોલ
સુરતના પીપલોદ વિસ્તારમાં જીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરો લગાવવામાં આવ્યા છે. ત્યારે વડોદરા, રાજકોટ બાદ હવે સુરતમાંથી પણ વિરોધના સૂર ઉઠ્યા છે. આજે મોટી સંખ્યામાં લોકો ડીજીવીસીએલની ઓફિસે પહોંચ્યા હતા અને જૂના મીટરો ફરીથી લગાવવાની માંગ કરી હતી. આ સાથે સ્થાનિક લોકોએ એવો આક્ષપે કર્યો હતો કે, પહેલા જ્યારે 1500 રૂપિયાનું બિલ આવતું હતું, સ્માર્ટ મીટર લગાવ્યા બાદ 2000થી 2500 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડી રહ્યું છે. તો ઘણીવાર રીચાર્જ કરવામાં વહેલા મોડું થાય તો વીજ પૂરવઠો ખોરવાઈ જાય છે.
ADVERTISEMENT