અમદાવાદ: મુંબઈ IITમાં આપઘાત કરી લેનારા વિદ્યાર્થી દર્શન સોલંકીને શ્રદ્ધાંજલિ આપવા માટે વિશાળ કેન્ડલ માર્ચ નીકળી હતી. અમદાવાદના દર્શન સોલંકીએ મુંબઈ IITમાં આપઘાત કરી લેતા તેના ઘેરા પડઘા પડ્યા છે. મૃતક દર્શન સોલંકીને ન્યાય અપાવવા અમદાવાદમાં વિશાળ રેલી યોજાઈ હતી , જેમા ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટ, કોંગ્રેસના નેતા અમિત ચાવડા જીગ્નેશ મેવાણી સહિતના લોકો જોડાયા.
ADVERTISEMENT
મુંબઈ IIT અભ્યાસ કરવા ગયાના 3 મહિનામાં જ આપઘાત કરનાર વિદ્યાર્થી દર્શન સોલંકીને ન્યાય અપાવવાની માગ સાથે અમદાવાદની સડકો પર વિશાળ કેન્ડલ માર્ચ નીકળી હતી. આ કેન્ડલ માર્ચમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જોડાયા હતા. ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટ ત્યારે કોંગ્રેસ માંથી વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાઅને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ જોડાયા હતા.
કોંગ્રેસ દર્શન સોલંકીનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવશે.
મણિનગરથી બાબા સાહેબ આંબેડકર પ્રતિમા સુધી શ્રદ્ધાંજલિ આપવા માટે વિશાળ કેન્ડલ માર્ચ . જેમાં તમામ લોકોએ કાળી પટ્ટી બાંધી દર્શનને ન્યાય અપાવવાની માગ કરી હતી. આ તકે અમિત ચાવડાએ જણાવ્યુ કે જરૂર પડે આ કેસમાં મહારાષ્ટ્ર સરકાર SITની રચના કરે અને યોગ્ય તપાસ કરાવડાવે. કોંગ્રેસ દર્શન સોલંકીનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવશે. વિધાનસભાના સત્ર દરમિયાન ન્યાયિક અને આર્થિક સહાયની પણ માગ કરશે તેમ કોંગ્રેસના નેતા વિપક્ષ અમિત ચાવડાએ જણાવ્યુ હતુ.
જીગ્નેશ મેવાણીએ SIT નિમવાની કરી માંગ
મુંબઈ IITમાં આપઘાત કરી લેનારા વિદ્યાર્થી દર્શન સોલંકીને શ્રદ્ધાંજલિ આપવા માટે વિશાળ કેન્ડલ માર્ચ નીકળી હતી. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ દર્શનના મૃત્યુની તપાસ કરવા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) નીમવાની માગણી કરી છે.
મૃતક દર્શન સોલંકીના પરિવારને હત્યાની આશંકા
દર્શનના પરિવારે બુધવારે દાવો કર્યો હતો કે તેમને દીકરો પછાત સમુદાયનો હોવાથી સંસ્થામાં ભેદભાવ કરાતો હતો અને તેની હત્યા કરાઈ હોય તેવી વધુ શક્યતા છે. પોલીસના જણાવ્યા અનુસાર દર્શનના માતાપિતા મૃતદેહ લેવા મુંબઈ આવ્યા ત્યારે તેમણે તપાસ સામે કોઈ વાંધો ઉઠાવ્યો નહોતો કે તેમના પુત્રના મૃત્યુના કારણ અંગે શંકા પણ દર્શાવી નહોતી, એમ પોલીસે અગાઉ જણાવ્યું હતું.
આ પણ વાંચો: કચ્છમાં વધુ એક આશાનું કિરણ, કાશ્મીર બાદ કચ્છમાં લિથિયમ ધાતુ હોવાની સંભાવના
3 મહિના પહેલા ભણવા ગયો હતો દર્શન સોલંકી
અમદાવાદના દર્શન સોલંકી નામના વિદ્યાર્થીએ સાડા ત્રણ મહિના પહેલા જ IIT બોમ્બે જોઈન કર્યું હતું અને બીટેકનો વિદ્યાર્થી હતો. શનિવારે જ પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા પૂરી થઈ હતી અને બીજા દિવસે તેણે આપઘાત કરી લીધાનો બનાવ બન્યો હતો. એવામાં અનેક અટકળો ઉઠી રહી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT