અમદાવાદમાં સોસાયટીના ચેરમેનને ધમકી આપનારી પાયલ રોહતગીએ FIR રદ કરવા HCમાં માફી માગી

અમદાવાદ: બોલિવૂડ એક્ટ્રેસ પાયલ રોહતગીએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR રદ કરવા માટે હાઈકોર્ટમાં માફી માંગી લીધી છે. એક્ટ્રેસ સામે સેટેલાઈટના સુંદર એપિટોમ સોસાયટીના ચેરમેનને…

gujarattak
follow google news

અમદાવાદ: બોલિવૂડ એક્ટ્રેસ પાયલ રોહતગીએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR રદ કરવા માટે હાઈકોર્ટમાં માફી માંગી લીધી છે. એક્ટ્રેસ સામે સેટેલાઈટના સુંદર એપિટોમ સોસાયટીના ચેરમેનને ધમકી આપવાની ફરિયાદ નોંધાઈ હતી. જેને રદ કરવા માટે એક્ટ્રેસે હાઈકોર્ટમાં માફી માગી લીધી. જોકે FIRને રદ કરવી કે નહીં તે અંગે કોર્ટ આગામી દિવસોમાં નિર્ણય લેશે સાથે હાઈકોર્ટે સોગંદનામુ કરવા પણ આદેશ કર્યો છે. આ કેસમાં આગામી શનિવારે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

શું હતો સમગ્ર મામલો?
એક્ટ્રેસ પાયલ રોહતગીના વિવાદ પર નજર કરીએ તો એક્ટ્રેસે સેટેલાઈટના સુંદર એપિટોમ સોસાયટીમાં ગ્રુપ મીટિંગમાં ચેરમેન સાથે દુર્વ્યહાર કર્યો હતો. આટલું જ નહીં તેણે સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં અશ્લિલ મેસેજ કરીને ચેરમેનને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. સોસાયટીના સભ્યોને પણ ડરાવવા તેમનું વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું.

એક્ટ્રેસની થઈ હતી ધરપકડ
આ સાથે જ એક્ટ્રેસે સોસાયટીના બાળકોને પણ કમ્પાઉન્ડમાં રમવા પર મારવાની ધમકી આપી હતી. જે બાદ પાયલ રોહતગી સામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે એક્ટ્રેસની ધરપકડ પણ કરવામાં આવી હતી.

    follow whatsapp