સુરતઃ કોંગ્રેસના નવ નિયુક્ત રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાવણ કહેવા પર ભાજપના પ્રહાર શરૂ થયા હતા. દરમિયાન તેના જવાબમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ સુરતની મુલાકાત વખતે તેનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાજનીતિમાં છૂઈમૂઈ બનીને ના રહેશો, કે મને કોઈ કહે નહીં, મને કોઈ હાથ ન લગાવતા, કોઈ ટિપ્પણી કરી ના દેતા. રાજનીતિમાં એવું ના હોય જવાબ તો મળે જ.
ADVERTISEMENT
રાજનીતિમાં છૂઈમૂઈ ન બનો કે મને કોઈ કહે નહીંઃ ખેરા
પવન ખેરાએ ખોંખારીને કહ્યું કે, રાજનીતિ, લોકતંત્રની જે સ્થિતિ બનતી જાય છે તેમાં ચર્ચા સ્વાભાવીક છે કે કોણે શું કર્યું. રાજનીતિમાં કોઈ છૂઈમૂઈ ના હોય, કે મને કોઈ કહે નહીં, મને કોઈ હાથ ન લગાવતા, કોઈ ટિપ્પણી કરી ના દેતા. તમે અમારી નેતાને શૂર્પણખા કહી દો છો, અમે ચૂપચાપ સહન કરીએ. તમે રાહુલ ગાંધી અંગે એટલી અયોગ્ય ટિપ્પણીઓ કરો છો. નહેરુજી અંગે એટલી ખરાબ ટિપ્પણીઓ કરો છો કે જેઓ તો આ દુનિયામાં પણ નથી હવે. જેમનું મૃત્યુ થઈ જાય છે તેમના અંગે આપણે ખરાબ બોલતા નથી. મોતનો મલાજો જાળવીએ છીએ. પરંતુ આ લોકો ક્યાંય રોકાતા નથી તો સાહેબ માફ કરજો જો તમે કિચ્ચડ ઉછાળશો તો જવાબ તો મળશે જ, તમને સવાલ તો થશે જ. રાજનીતિમાં જો છો તો છૂઈમૂઈ બનીને ના રહેશો. આવો મુકાબલો કરો, તમે જવાબ આપો અમે સવાલ કરીએ, અમે જવાબ આપીએ તમે સવાલ કરો.
ADVERTISEMENT