અમદાવાદ : આગામી 28 મી તારીખના રોજ ચંદ્રગ્રહણ હોય જેના પગલે જગવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર બંધ રાખવા અને દ્વારકાધીશ મંદિરમાં દર્શનના સમયના પરિવર્તન કરવા અગાઉ નિર્ણય લવાયા બાદ હવે પાવાગઢ મંદિર પણ 28 ઓક્ટોબરે પુનમના દિવસે બપોર બાદ બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગ્રહણ હોવાથી બપોરે 2.30 વાગ્યા બાદ મંદિર બંધ રહેશે અને આ ગ્રહણનો મોક્ષ થયા બાદ નિયત વિધિવિધાન કર્યા બાદ મંદિર દ્વારા ભક્તો માટે ખુલ્લા મુકાશે.
ADVERTISEMENT
29 ઓક્ટોબરે 08.30 વાગ્યે મંદિરના દ્વાર ખુલશે
29 ઓક્ટોબરે સવારે 08.30 કલાકે મંદિરના દ્વાર ખુલશે. પરિણામે સવારે 08.30 વાગ્યા બાદ ભક્તો આરતી અને દર્શનનો લાભ લઇ શકશે. તેવી અધિકારીક રીતે જાહેરાત કરવામાં આવી હતી. શરદપૂનમના દિવસે પાવાગઢ જનારા ભક્તો આ નિર્ણયને ધ્યાને રાખીને દર્શને જવા માટે આયોજન કરવા માટે અપીલ કરવામાં આવી છે. ઓક્ટોબર મહિનો ધાર્મિક રીતે ખુબ જ મહત્વપુર્ણ હોય છે. આ મહિનામાં વર્ષનું છેલ્લું સુર્યગ્રહણ સર્જાશે. 28 ઓક્ટોબરે મધરાત્રીએ વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ સર્જાશે. સૌથી મહત્વની બાબત છે કે, આ ગ્રહણ ભારતમાં જોવા મળશે.
મંદિર દ્વારા અધિકારીક રીતે નિવેદન બહાર પાડવામાં આવ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષનું આ છેલ્લું ચંદ્રગ્રહણ છે. જે 29 ઓક્ટોબરે 1.05 વાગ્યે શરૂ થઇ રાત્રે 2.24 વાગ્યે સમાપ્ત થશે. આ વર્ષનું અંતિમ ગ્રહણ ભારત ઉપરાંત યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રીકા, નોર્થ અમેરિકા, ઉત્તર અને પૂર્વ દક્ષિણ અમેરિકા, હિંદ મહાસાગર, એન્ટાર્કટિકા અને એટલાંટિક મહાસાગરમાં જોવા મળશે.
ADVERTISEMENT