હસમુખ પટેલ, સાબરકાંઠા: વર્ષ 2023માં આવનારી ફિલ્મ પઠાણ પર ખૂબ બબાલ થઈ રહી છે. શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણેની આગામી ફિલ્મ પઠાણના પહેલા ગીત ‘બેશર્મ રંગ’ પર લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. દીપિકા પાદુકોણની ‘ભગવા બિકિની’ પર ખૂબ જ વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન હિંમતનગરમાં પઠાણ ફિલ્મનો વિરોધ થયો છે. વિશ્વ હિંદુ પરીષદ અને બજરંગ દળે પોસ્ટર સળગાવી વિરોધ કર્યો છે.
ADVERTISEMENT
ફિલ્મ પઠાણના વિવાદનો વંટોળ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. એક બાદ એક જગ્યાએથી વિરોધ થઈ રહ્યો છે. આજે હિંમતનગરમાં પઠાણ ફિલ્મનો વિરોધ થયો છે. વિશ્વ હિંદુ પરીષદ અને બજરંગ દળે પોસ્ટર ફાડી વિરોધ કર્યો છે. જેમાં સ્ટાર સીટી મલ્ટીપ્લેક્ષ આગળ પોસ્ટર સળગાવી રોષ વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત કોઇ પણ ભોગે ફિલ્મ રીલીઝના થવા દેવા કાર્યકરો મક્કમ છે. અને પોસ્ટર સળગાવી સુત્રોચ્ચાર કર્યા હતા.
સેન્સર બોર્ડે ફિલ્મમાં ફેરફારની સલાહ આપી
સેન્સર બોર્ડના સૂત્રો મુજબ, ફિલ્મ પઠાણ હાલમાં જ સર્ટિફિકેશન માટે CBFC એક્ઝામિનેશન કમિટીમાં ગઈ હતી. CBFC ગાઈડલાઈન્સ મુજબ, ફિલ્મને બારીકાઈથી જોવામાં આવી. કમિટી મેકર્સે ફિલ્મમાં કેટલાક ફેરફાર કરવાની સલાહ આપી છે. આ ફેરફાર ફિલ્મના સોન્ગને લઈને પણ છે. કમિટીએ પઠાણને થિયેટરમાં રિલીઝ કરતા પહેલા રિવાઈઝ્ડ વર્ઝનને સબમિટ કરવાનો આદેશ આપ્યો છે.
પઠાણ ફિલ્મ આ કારણે છે વિવાદમાં
ફિલ્મનો ટ્રેક બેશરમ રંગ તારીખ 12 ડિસેમ્બરે ઓનલાઈન ડ્રોપ થયો અને ટૂંક સમયમાં તે ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. જ્યારે ઘણાને પેપી ટ્રેક ગમ્યો, તો કેટલાક એવા પણ હતા જેમને કેસરી અને લીલા પોશાકના ઉપયોગને કારણે ગીત વાંધાજનક લાગ્યું. આ મામલે દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે અને દીપિકા અને શાહરૂખના પૂતળાને આગ લગાવી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT