વિપિન પ્રજાપતિ.પાટણઃ સિદ્ધપુર નગરપાલિકાની પાણીની પાઇપ લાઈનમાં માનવ અંગો મળ્યા બાદ સમગ્ર સિદ્ધપુર શહેરમાં ચર્ચાનો વિષય પણ બન્યો છે. જ્યારે પાલિકા, પોલીસ તેમજ વહીવટી તંત્ર આ ઘટનાનો ભેદ ઉકેલવા મથામણ શરૂ કર્યા બાદ આખરે આ માનવ અંગો હોવાનું બહાર આવ્યું ત્યારે હજારો લોકોને મૃતદેહ વાળુ પાણી પીવું પડ્યું તેવી બાબત સામે આવી હતી. જેના બેદરકાર નગરપાલિકાના અધિકારીઓના રાજીનામાની માંગ સાથે લોકોએ લેખિતમાં રજૂઆત કરી છે. ત્યારે આજે નગરપાલિકા ખાતે લોકોના ટોળા રજૂઆત માટે દોડી આવ્યા હતા. વિરોધ પ્રદર્શન અને લોકોની રાજીનામાની માગણીને પગલે ચીફ ઓફીસર તો ફરક્યા નહીં પરંતુ લોકોએ પાણી પુરવઠાના ચેરમેનનું રાજીનામુ લખાવડાવી લીધું હતું.
ADVERTISEMENT
ગમે ત્યારે દેવાળુ ફૂંકશે અમેરિકા! ભારતની અર્થવ્યવસ્થા કરતા 10 ગણું દેવું, આટલું દેવું કઇ રીતે થયું
‘મારી એકલાની આમાં ભૂલ ના હોઈ શકે, બધાની હશે’- પાણી પુરવઠા ચેરમેન
એક તરફ મૃતદેહ વાળું પાણી પીવાને લઈને સિદ્ધપુરના લોકોમાં એક અલગ અકળામણ જોવા મળી રહી છે તો બીજી બાજુ આ માનવ અંગોની ઓળખ માટે પોલીસ એ તપાસ હાથ ધરી હતી અને મેળવ્યું હતું કે તે અહીંની એક ગુમ થયેલી લવીના હરવાનીનો મૃતદેહ હતો. લોકોએ નગર પાલિકામાં મહિલા પ્રમુખ કૃપા બેન આચાર્યનો ઘેરાવ કર્યો હતો. જોકે આ બનાવમાં આ વિસ્તાર ના રહીશોએ વાસ મારતું પાણી પીતા હોવાની પહેલા જ રજૂઆત તંત્રને કરી હતી પરંતુ ચાર દિવસ સુધી કોઈ ફરક્યું જ નહીં અને લોકોને આવું જ પાણી પીવા અને વાપરવાની ફરજ પડી હતી. આ વિસ્તારના રહીશો હવે માનસિક રીતે આ પાણી પીવા તૈયાર નથી. લોકો માંગ કરી રહ્યા છે કે ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ અને પાણી પુરવઠા ચેરમેન તેમની ભૂલ સ્વીકારીને સ્વૈછીક રાજીનામું આપે. જેમાં ભારે હોબાળા બાદ આખરે પાણી પુરવઠાના ચેરમેન કયુમભાઈ પોલાદીયે લેખિતમાં પ્રમુખ સમક્ષ રાજીનામું ધર્યું હતું અને કહ્યું કે મારી એકલાની આમાં કોઈ ભૂલ ન હોઈ શકે, ભૂલ હશે તો બધાની હશે, જેની તપાસ પોલીસ કરશે.
સ્થાનિક રહીશ
કયુમભાઈ પોલાદી , પાણી પુરવઠા ચેરમેન
કૃપાબેન ઠાકર, નગરપાલિકા પ્રમુખ
ADVERTISEMENT