Patan News: પાટણના રાધનપુરમાં રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીનું ઉદાહરણ જોવા મળી રહ્યું છે. જેમાં રોડની કામગીરીમાં વચ્ચે વીજપોલ આવતા તેને હટાવ્યા વગર જ રોડ બનાવી નાખવામાં આવ્યો છે. ખાસ વાત તો એ છે કે આ રોડ બનીને તૈયાર પણ થઈ ગયો છે. જોકે રોડની વચ્ચો વચ જ વીજપોલ હોવાથી ગંભીર અકસ્માતની ઘટના કોઈપણ સમયે ઘટી શકવાની શક્યતા છે.
ADVERTISEMENT
રાધનપુરમાં રોડની વચ્ચે વીજપોલ
રાધનપુરમાં રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં શહેરના ઘાંચી વાસ વિસ્તારમાં રોડ બનાવવાની કામગીરી સમગ્ર શહેરમાં હાસ્યનો વિષય બની ગઈ છે. અહીં રસ્તાની વચ્ચે વીજપોલ આવતો હોવા છતાં રોડ બની ગયો હતો. ત્યારે રોડનો પ્લાન બનાવનાર એન્જિનિયર અને આ પ્લાનના આધારે રોડ બનાવનારા કોન્ટ્રાક્ટર બંનેની મૂર્ખામી પર લોકો પર લોકો હસી રહ્યા છે.
અકસ્માત થાય તો જવાબદારી કોની?
ખાસ વાત એ છે કે, રોડની વચ્ચે જ વીજપોલ આવી રહ્યો છે, એવામાં રાતના અંધારામાં અકસ્માત થાય તો જવાબદાર કોણ રહેશે. વીજપોલના કારણે રોડ પરથી ફોર વ્હીલ પણ કેવી રીતે નીકળશે તેના પર સવાલ ઉઠી રહ્યા છે. વિગતો મુજબ આ રોડની કામગીરી રાજ કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવી રહી છે. એવામાં લોકોએ કોન્ટ્રાક્ટરની કામગીરી સામે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે. સાથે જ લોકો કહી રહ્યા છે કે, જો બેદરકારી કોન્ટ્રાક્ટરની હોય તો પછી ભણેલા એન્જિનિયર શું કરી રહ્યા છે.
(વિથ ઈનપુટ: વિપિન પ્રજાપતિ)
ADVERTISEMENT