પાટણઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ તમામ રાજકીય પાર્ટીઓ એક્શન મોડમાં આવી ગઈ છે. આ દરમિયાન પિયૂષ ગોયલ બે દિવસ માટે પાટણના પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન તેઓ અધિકારીઓ સાથે પાટણના વિકાસ માટેની જાણકારી આપશે. તથા પહેલા આજે સોમવારે સવારે 9 વાગ્યે રાણકી વાવ જશે અને ત્યારપછી કાર્યકર્તાઓ સાથે ખાસ ચર્ચા કરશે. અત્યારે તેઓ પાટણના સર્વાંગિ વિકાસ માટેનો મુદ્દો ઉઠાવી શકે છે.
ADVERTISEMENT
બીજા દિવસે પાટણના સર્વાંગિ વિકાસનો મુદ્દો ઉઠશે…
સવારે 9 વાગ્યે કેન્દ્રિય મંત્રી પિયૂષ ગોયલ પાટણની રાણકી વાવની મુલાકાત કરવા જશે. ત્યારપછી કાલિકા મંદિર દર્શન કરીને તેઓ સામાજિક અગ્રણીઓ સાથે બેઠક કરશે. આ દરમિયાન પાટણના સર્વાંગિ વિકાસનો મુદ્દો ઉઠી શકે છે. નોંધનીય છે કે પ્રશાસનનાં કામને જોઈને અધિકારીઓ સાથે બેઠક બાદ બપોરે 3.30 વાગ્યા સુધીમાં પ્રેસ કોન્ફરન્સ કરશે.
રિપોર્ટ્સ અનુસાર કેબિનેટ પિયૂષ ગોયલ પટોળા હાઉસ જશે કે જે પાટણની ઓળખ છે. અહીં પ્રવાસ કર્યા પછી તે નગર દેવી કાળીકા માતાના પ્રાચીન મંદિરના દર્શન કરશે અને પાટણ તાલુકાના ભદ્રા ગામ જવા માટે રવાના થશે. આ દરમિયાન સ્થાનિકો સાથે ચર્ચા કરશે અને આગામી વિધાનસભા ચૂંટણીને લઈને લોકોના અભિપ્રાયો મેળવી રણનીતિ ઘડી શકે છે.
પાર્ટીમાં ચાલતો વિવાદ દૂર કરવા ટકોર
અગાઉ રિપોર્ટ્સ પ્રમાણે પિયૂષ ગોયલે બેઠક દરમિયાન પાર્ટીની અંદર ચાલતા આંતરિક વિવાદને ડામવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે એકતા સ્થાપિત થાય અને મતભેદો દૂર કરી પક્ષને સંગઠિત થઈ આગળ વધવા ટકોર કરી હતી. ઉલ્લેખનીય છે કે આની સાથે તેમણે પાર્ટીની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ તથા વ્યૂહરચના પર પણ નજર કરી હતી.
ADVERTISEMENT