પાટણ: શહેરમાં એક અજીબ ઘટના સામે આવી છે. પાટણમાં બે કલાકમાં બે સગા ભાઈઓના હાર્ટ એટેકથી મોત થયા છે. મોટા ભાઇના મોતના સમાચાર સાંભળી નાના ભાઈને પણ હાર્ટ એટેક આવ્યો અને તેમનું પણ મોત થયું છે.
ADVERTISEMENT
પાટણમાં અને એક સાથે બે ભાઈઓના મોતથી પરિવાર નોધારો બન્યો છે. આ ઘટનામાં મોટા ભાઇના મોતના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે, તેઓ બેંકની બહાર ચાલતા જતા હોય છે અને હાર્ટ એટેક આવતા રોડ વચ્ચે જ ઢળી પડે છે. ત્યાં હાજર લોકો તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડે છે. જોકે, સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત થઇ ગયું હતું.
મોતના સમાચાર સાંભળતા જ બીજા ભાઇનું મોત
પાટણ શહેરની દ્વારકા હોમ સોસાયટીમાં રહેતા અને માર્કેટયાડમાં શ્રીરામ ફર્ટીલાઇઝર નામની દુકાન ધરાવતા અરવિંદભાઈ પટેલ ગતરોજ નાગરિક શાખા બેંકમાં ચેક જમા કરાવવા માટે ગયા હતા. જ્યાંથી ચાલીને પરત ફરતી વખતે તેઓને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. હાર્ટ એટેક આવતા તેઓ રસ્તા પર જ ઢળી પડ્યા હતા. અને મોત થયું હતું. ત્યારે બીજી તરફ આ સમાચાર નાના ભાઇને મળતાં ઘરે બેઠાં બેઠાં જ ઢળી પડે છે. જેથી તેમને પણ તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતા. એક તરફ મોટા ભાઈના મૃતદેહની અંતિમવિધીની તૈયારીઓ ચાલતી હતી, ત્યાં જ દિનેશએ પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આમ ઓચિંતી બંને ભાઇઓએ એકસાથે વિદાય લેતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. તો બંને સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
બંને ભાઈની ઉઠી અર્થી
દિનેશ ભાઈના પણ મોતના સમાચાર મળતા જ સમગ્ર શહેરમાં ગમગીની ફેલાઈ હતી. આમ ઓચિંતી બંને ભાઇઓએ એકસાથે વિદાય લેતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. તો બંને સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ત્યારબાદ બંને ભાઈઓની અંતિમવીધી સાથે જ કરવામાં આવી હતી. આમ ઓચિંતી બંને ભાઇઓએ એકસાથે વિદાય લેતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT