PATAN: દીકરાને MLA ની ટિકિટ નહી મળતા MP નારાજ, ડખો દુર કરવા નડ્ડા દોડી આવ્યા

પાટણ : ભાજપમાં છેલ્લા ઘણા સમયથી અંદરો અંદર ચાલી રહેલા કલહને કારણે ભાજપે પાટણ વિધાનસભા સીટ ગુમાવવી પડી છે. આંતરિક કલહને શાંત કરવા માટે ભાજપના…

Nadda in Gujarat

Nadda in Gujarat

follow google news

પાટણ : ભાજપમાં છેલ્લા ઘણા સમયથી અંદરો અંદર ચાલી રહેલા કલહને કારણે ભાજપે પાટણ વિધાનસભા સીટ ગુમાવવી પડી છે. આંતરિક કલહને શાંત કરવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે દોડી આવવું પડ્યું હતું. ગત્ત રોજ પાટણના નેતાઓ સાથે બેઠક કરી હતી. વડોદરા શહેરમાં પાટણના 54 જેટલા નેતાઓએ ક્લાસ પણ લીધા હતા. વિધાનસભાની સ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે તાકીદ પણ કરવામાં આવી હતી.

આ અંબે પ્રદેશ મહામંત્રી રજની પટેલે જણાવ્યું કે, પ્રવાસી યોજના અંતર્ગત રાજ્યની પાંચ લોકસભા બેઠકોની પસંદગી થઇ છે. જે પૈકી પાટણ લોકસભા પણ એક છે. પાટણના તમામ કાર્યકર્તાઓને મળવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ બેઠકમાં ભરતસિંહ ડાભી હાજર રહ્યા હતા. જો કે તેમની નારાજગી અંગે પુછતા તેમણે હસતા હસતા જવાબ વાળી લીધો હતોઅને તેઓ હાજર રહ્યા હોવાનું જણાવ્યું હતું.

આ અંગે જ્યારે ભરતસિંહ ડાભીને પુછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, પાટણ લોકસભાની બેઠકમાં કાર્યકર્તાઓ સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા અને પ્રદેશ પ્રમુખ સાથે હાજરી આપી કાર્યકર્તાઓને લોકસભા જીતવા માટેનુ માર્ગદર્શન આપ્યું હતું. થોડા દિવસ પહેલા ભરતસિંહ ડાભીએ પાટણ લોકસભા બેઠકને નબળી બેઠક ગણાવી હતી. આ નિવેદન બાબતે પુછતા તેમણે જણાવ્યું કે, પાટણ લોકસભાની 4 સીટો પર ભારતીય જનતા પાર્ટી હારી છે. ત્રણ સીટો પર ભાજપ જીત્યું છે.

હાલની સ્થિતિ જોતા વર્તમાન સાંસદની ટિકિટ કપાવાની શક્યતા
થોડા દિવસ અગાઉ પાટણ સાંસદ ભરતસિંહ ડાભી પાટણ બેઠકને સૌથી નબળી બેઠક ગણાવી હતી. લોકસભાની ચૂંટણી પાંચ વર્ષ પુર્ણ થવા આવ્યા છે. સાંસદ દ્વારા પાટણ તાલુકાના ગામ તો ઠીક પણ છેવાડાના અંતરિયા વિસ્તારના લોકોની પણ પાંચ વર્ષમાં ક્યારે મુલાકાત લીધી નથી. વર્તનામ સાંસદે પુત્રને વિધાનસભાની ટિકિટ મળે તે માટે પ્રયત્નો હાથ ધર્યા હતા. જો કે પુત્રને ટિકિટ નહી મળતા સાંસદ નારાજ થયા હતા. ભાજપના કાર્યકર્તાઓમાં અંદરો અંદર એવી પણ ચર્ચા ચાલી રહી હતી આ વખતે ભરતસિંહ ડાભીની ટિકિટ કપાય તેવી પુરી શક્યતાઓ છે.

    follow whatsapp