Patan News : ભાજપના વધારે એક નેતાને જનતાના રોષનો કડવો અનુભવ થયો હતો. પાટણ જિલ્લાના રાધનપુરમાં ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરની એક સભાનો વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. જેમાં સમી તાલુકાના બાદરગંજ ગામમાં ગ્રામજનોએ પાણી મામલે નેતાને ઉભી પુછડીએ ભગાડ્યા છે. અત્રે નોંધનીય છે કે, સમી તાલુકાના બાદરજ ગામની શાળામાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે ગામ લોકોએ સભામાં પીવાના મીઠા પાણી મામલે હોબાળો કર્યો હતો. જેના પગલે સભા તો સભાના ઠેકાણે રહી પરંતુ નેતાજીને ઉભી પુછડીએ ભાગવું પડ્યું હતું.
ADVERTISEMENT
સભામાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર ઉપરાંત પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ પણ સભામાં હાજર રહ્યા હતા. નેતાઓના મંચ પર ભાષણ અટકાવી યુવાનોએ પાણીની માંગ કરતા હોબાળો થયો હતો. હાથમાં માઇક પકડીને ધારાસભ્ય લવિંગજી ઠાકોર શાંતિ રાખવાની અપીલ કરતા રહ્યા હતા. જો કે ગ્રામજનોએ હોબાળો યથાવત્ત રાખ્યો હતો. પાણી મામલે બબાલ સમજાવટના અંતે પણ શાંત થઇ નહોતી. જેથી નેતાજી પોતાની ગાડીમાં બેસી ગયા હતા. જો કે ગ્રામજનોએ ગાડીને ઘેરી લેતા આખરે નેતાજીએ સાયરન વગાડીને ભાગવું પડ્યું હતું.
પાણીનો પ્રશ્ન ઉઠાવતા મામલો ગરમાયો
આ અંગે મળતી માહિતી અનુસાર રાધનપુરના ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોર વિસ્તારના એક ગામની સભામાં ગયા હતા. ત્યાં પહોંચ્યા બાદ ગ્રામજનોએ ચાલુ સભામાં પ્રાણીનો પ્રશ્ન ઉઠાવતા મામલો ગરમાયો હતો. જો કે સ્થિતિ વણસે તે પહેલા જ નેતાજીએ સ્થિતિનો તાગ મેળવતા ભાગ્યા હતા. આખરે ગાડીની સાયરન વગાડતા પલાયન થઇ ગયા હતા.
હાલ તો પાટણની આ સભાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. જેના કારણે લવિંગજી ઠાકોર તો ઠીક ભાજપના અનેક નેતાઓએ શમરજનક સ્થિતિમાં મુકાવાનો વારો આવ્યો છે. યુવાનોમાં જોવા મળી રહેલો રોષથી નેતાજીને ભાગવાનો વારો આવ્યો હતો.
ADVERTISEMENT