Patan News: ગુજરાતમાં દારૂબંધીનું કડક પાલન કરાવવાની જવાબદારી જેના માથે છે તેવી પોલીસના જ કર્મચારીઓ હવે દારૂની મહેફિલમાં પકડાઈ રહ્યા છે અને ખુદ પોલીસે તેમની સામે ફરિયાદી બનવું પડી રહ્યું છે. પાટણ શહેરના હારીજ લીંક રોડ સુદામા ચોકડી પાસેના એક કોમ્પલેક્ષની હોટલમાં ખુદ પોલીસ કર્મી જ દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા.
ADVERTISEMENT
LCBને દારૂ પાર્ટી ચાલતી હોવાની બાતમી મળી હતી
પાટણ શહેરના હારીજ-ચાણસ્મા રોડ પર હોટલ સ્ટે ઈનમાં કેટલાક શખ્સો દારૂ પીતા હોવાની બાતમી એલસીબીને મળી હતી. જેના આધારે મોડી રાત્રે પાટણ એલસીબી પોલીસે હોટલના રૂમમાં રેડ પાડતા દારૂની મહેફિલ માણતા નબીરાઓમાં દોડધામ મચી ગઈ હતી. હોટલના રૂમમાં પોલીસ કર્મચારી સહિત પાંચ લોકોને પકડી પાડ્યા હતા.
પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા પાંચ શખ્યોમાં એક ગોસ્વામી કૃષ્ણપુરી ભાસ્કરપુરી હતા. જે પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવે છે. જ્યારે અન્ય શખ્સો મહેસાણા અને કાંકરેજના હોવાનું સામે આવ્યું હતું. પોલીસ કર્મચારી જ હોટલમાં દારૂની મહેફિલ માણતા પકડાતા પોલીસ બેડામાં પણ ભારે ખળભળાટ મચી ગયો છે.
(ઈનપુટ: વીપિન પ્રજાપતિ, પાટણ)
ADVERTISEMENT