વિપિન પ્રજાપતિ.પાટણ: સિધ્ધપુર શહેરમાં પાઇપ લાઈનમાં લાશના ટુકડાઓ નીકળવાનો મુદ્દો હાલ ટોક ઓફ દ ટાઉન જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં બુમરાણ મચાવનારો બન્યો છે. સ્થાનીકોના જણાવ્યાનુસાર, ગઈ 12 મેનના રોજ સિધ્ધપુરના ઉપલી શેરી વિસ્તાર સહિત આજુબાજુના 500 થી વધુ મકાનોમાં ગંદા પાણીની સમસ્યા હતી. જ્યારે સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકામાં ગંદા પાણીના મામલાને લઈને રજૂઆત પણ કરવામાં આવી હતી. નગરપાલિકાએ આ બાબતમાં કોઈ પ્રકારનું ધ્યાન ના અપાતા સતત પાણી આપતા ગયા અને જ્યારે ગંદુ પાણી કેમ આવી રહ્યું છે? તેની કોઈપણ પ્રકારની ચકાસણી કરવામાં ન આવી, 16 મે ના રોજ લોકોના ઘરમાં પાણી આવતું અચાનક બંધ થઈ ગયું ત્યારે નગરપાલિકાના અધિકારીઓને આંખ ઉઘડી અને જ્યારે પાઇપલાઇનનું ખોદગામ ચાલુ કર્યું ત્યારે પાઇપમાંથી માનવ મૃતદેહના અવશેષો નીકળતા જ લોકોમાં ફફડાટ મચી ગયો, સ્થાનિક લોકોનું કહેવું છે કે નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય પટેલ ચાર દિવસ સુધી જ્યારે લોકો મૃતદેહ વાળું પાણી પી રહ્યા હતા ત્યારે ફરક્યા પણ નથી જ્યારે પાઇપલાઇનમાંથી મૃતદેહના અવશેષો નીકળ્યા ત્યારે તંત્ર દોડતું થયું છે. તેમના કારણે લોકોને મૃતદેહ વાળુ પાણી પીવું પડ્યું અને હવે તેમના પર કાર્યવાહી થાય, તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેવી લેખિત માગણી લોકો કરી રહ્યા છે.
ADVERTISEMENT
મૃતદેહ વાળું પાણી પીવાથી લોકોને ઝાડા ઉલટીની થઈ અસર…
એ વિસ્તારના રહેવાસી મિહિરભાઈના જણાવ્યા મુજબ તેમની શેરીમાં પણ 25 થી વધુ લોકોને ઝાડા ઉલટીની અસર થઈ છે. જ્યારે એ વિસ્તારમાં 40 થી 50 જેટલી જુદી જુદી શેરીઓ આવેલી છે. હાલ કોઈપણને ગંભીર પ્રકારની બીમારી થઈ નથી જેના કારણે લોકો હાલ રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. 7 મે ના રોજ જે યુવતી ગુમ થઈ હતી અને પાણીના ટાંકીમાં જે મૃતદેહના અવશેષો મળ્યા હતા તેનો બંનેનો સમય એક જ હોવાનું એફએસએલ રિપોર્ટમાં સામે આવ્યું છે તો કહી શકાય કે છેલ્લા દસ દિવસથી લોકો મૃતદેહ વાળું પાણી પી રહ્યા હતા. સ્થાનિક લોકોના કયા મુજબ પાલિકાના પ્રમુખ કૃપાબેન આચાર્યએ પણ લોકોની રજૂઆત પર કોઈ ધ્યાન ન આપ્યું. તેના કારણે હજારો લોકોને મૃતદેહ વાળું પાણી પીવાનો વારો આવ્યો. કેટલા આગેવાનો દ્વારા ચીફ ઓફિસરની બેદરકારીને કારણે તેમને સસ્પેન્ડ કરવા પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે.
ધીરેન્દ્ર શાસ્ત્રી મામલે ગુજરાતી રાજકારણમાં ગરમાવોઃ પાટીલ પહોંચ્યા બાગેશ્વર ધામના કાર્યાલયની મુલાકાતે
પૂર્વ વિસ્તારના હજારો લોકો પાલિકાનું પાણી પીવાથી ડરી રહ્યા છે..
પાલિકાના ચીફ ઓફિસર સંજય પટેલના જણાવ્યા મુજબ પાણીની ટાંકીમાં કેમિકલ નાખી અને તેની સાફ-સફાઈ કરવામાં આવશે ત્યારબાદ લોકોને શરૂઆતમાં ઘર વપરાશ માટે પાણી છોડવામાં આવશે ત્યારબાદ તે પાણી પીવા લાયક હશે તો લોકો તેને પી શકશે. જ્યારે શહેર વિસ્તારમાં મૃતદેહ વાળું પાણી પીવાની ચર્ચાને લઈને લોકો પાલિકાનું પાણી હાલ પણ પીવાથી ડરી રહ્યા છે.
સેવાકીય સંસ્થાઓ પાણી આપે છે પણ તંત્ર નહીં
જ્યારે કેટલીક સેવાકીય સંસ્થાઓએ લોકોના ઘરે પાણીની પીવાની સગવડ કરી રહ્યા છે. તેથી લોકોને પીવાનું પાણી મળી શકે જ્યારે પાલિકાના સત્તાધિશો હાલ પૂરતું લોકોને પીવાના પાણીની સગવડ કેવી રીતે પૂરી પાડવી તે સંદર્ભે કોઈ પણ પ્રકારના પગલા લેવાયા નથી, તેવું સ્થાનીક સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
ADVERTISEMENT