Parshottam Rupala Controversy: રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર રૂપાલા સામે ક્ષત્રીયોનો વિવાદ દિવસેને દિવસે ઉગ્ર થતો જાય છે. રૂપાલાએ આપેલ વિવાદિત નિવેદન બાદ હવે ક્ષત્રિય સમાજ દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે આ બેઠક પર બીજો કોઈ ઉમેદવાર જાહેર કરવામાં આવે અને રૂપાલાની ટિકિટ રદ જ થવી જોઇએ. જેને લઈ રાજ્યના કેટલાક રાજવી પરિવારો પણ ક્ષત્રિય સમાજના પડખે આવ્યા છે. આજે સવારે રૂપાલા મુદ્દે રાજકોટના રાજવીનું મોટું નિવેદન સામે આવ્યું હતું ત્યારબાદ હવે જામનગરના જામસાહેબની પ્રતિક્રિયા પણ સામે આવી છે.
ADVERTISEMENT
રાજકોટ બાદ હવે જામનગરના રાજવીની પ્રતિક્રિયા આવી સામે
જામસાહેબ શત્રુશલ્યસિંહજી દ્વારા રાજપૂતોને લોકશાહીમાં લોકશાહી રીતે સમાજને જવાબ આપવા અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, લોકશાહીના સમયમાં ગેરવ્યાજબી નહીં પરંતુ એકતા બતાવી વિરોધ કરવામાં આવે. રાજપુતોએ માત્ર હિંમત નહીં પરંતુ એકતા બતાવી દેખાડવાનું છે કે રાજપૂતો હજુ ભારતમાં જ છે. જોકે તેમણે ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા કરવામાં આવેલા 'જૌહર'ના સંકલ્પની ટીકા પણ કરી છે. તેમણે કહ્યું કે, આ કિસ્સામાં 'જૌહર'નો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી.
જામસાહેબે પત્ર જાહેર કરી નારાજગી વ્યકત કરી
રૂપાલાના આ નિવેદન અંગે જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજી દ્વારા એક પત્ર જાહેર કરી નારાજગી વ્યકત કરી છે. તેમણે રાજપૂત સમાજને સંબોધતા પત્ર લખ્યો છે કે, કોઈ આપણું ખરાબ બોલી અપમાન કરે તો તેના અનુસંધાને આપણે પોતાની જાતને ભયંકર સજા ન આપવાની હોય પરંતુ અયોગ્ય વાત બોલવાનો ગુન્હો કરે તેને સજા થવી જોઇએ.
ADVERTISEMENT