નવી દિલ્હી : નાના બાળકોને ગમે તે વસ્તુ મોંઢામાં નાખવાની ટેવ બાળકના જીવને જોખમમાં મુકી શકે છે. રાજસ્થાનની નવ મહિનાની સાક્ષી પેનનું ઢાંકણુ ગળી ગઇ હતી. ફેફસામાં પેનનું ઢાંકણુ ફસાઇ જતાં શ્વાસ લેવામાં પરેશાની ઉભી થવા લાગી હતી. માતા-પિતા રાજસ્થાનથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકની સારવાર માટે દોડી આવ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ અત્યંત જટિલ સર્જરી કરીને આ ઢાંકણું આખરે બહાર કાઢ્યું હતું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 2 વર્ષમાં સિક્કા, ટાંકણી, રમકડાનો બલ્બ ગળી જવાના 51 કિસ્સા સામે આવ્યા જેમાંથી 50% બાળકો 1 વર્ષથી નાની વયના હતા.
ADVERTISEMENT
બાળકો કુતુહલવશ કોઇ પણ વસ્તું મોઢામાં નાખે છે
બાહ્ય પદાર્થો બાળકોથી દૂર રાખવાની સલાહ આપતા સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું કે, બાળકને દાંત આવતા હોય અને કુતુહલ પણ હોય છે તેવી સ્થિતિમાં તે કોઇ પણ વસ્તું મોઢામાં નાખે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત મા બાપ માટે ચિંતાજનક અને ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
રાજસ્થાનની બાળકીનો ખુબ જ ચોંકાવનારો કિસ્સો
માત્ર નવ મહિનાની ઉંમરની સાક્ષી બાવરી જે રાજસ્થાનના ભીમપુરની રહેવાસી છે. 15 મી ઓક્ટોબરે સાંજે સાક્ષીની માતાએ એના મોઢામાં પેનના પ્લાસ્ટિકનો ટુકડો જોયો અને એને કાઢવાની કોશિશ કરી પરંતુ નાકામ રહી અને પછી તરત જ સાક્ષીને અચાનક શ્વાસ ચડવા લાગ્યો હતો. આસપાસની હોસ્પિટલો અને રાજસ્થાનમાં ઘણી બધી જગ્યાએ ફર્યા પછી એમને કોઈએ કહ્યું કે તમે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચી જાઓ તો તમારો ઉપચાર તરત જ થઈ જશે.
બાળકીને ઇમરજન્સી સ્થિતિમાં હોસ્પિટલ લઇ જવાઇ
સવારે લગભગ 8:00 વાગ્યાની આસપાસ સાક્ષીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવી. ત્યારે એની હાલત ખૂબ જ ગંભીર હતી. શ્વાસોશ્વાસ ખૂબ વધારે હતો. ઓક્સિજન સેચ્યુરેશન પણ આપણે એવું કહીશું કે 55 થી 60ની વચ્ચે રહેતું હતું. એક પહેલી વખત એવું થયું છે કે, પેશન્ટની સ્ટ્રોંગ હિસ્ટ્રી અને મધરના સ્ટ્રોંગ સ્ટેટમેન્ટના આધારે સાક્ષીને ઈમરજન્સીમાં બ્રોન્કોસ્કોપી કરવામાં આવી અને આશ્ચર્યચકિત થઈ જાય એવી વાત એવી છે કે, એના જમણા ફેફસાની અંદર પ્લાસ્ટિકનો ટુકડો જે પેનના ઢાંકણાનો એક ભાગ હતો એ ફસાઈ ગયેલો એને સફળતા પૂર્વક કાઢવામાં આવ્યું અને એક વખત આ ફોરેન બોડી નીકળી ગઈ પછી સાક્ષીની તબિયત એકદમ સુધારા પર આવી ગઇ.
સિવિલ સુપ્રીટેન્ડન્ટ રાકેશ જોશીએ આપી ખાસ સલાહ
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ રાકેશ જોશીએ જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં 51 બાળકોએ પીડીએફ સર્જરીમાં શ્વાસોશ્વાસની ક્રિયા અચાનક વધવાથી અને કોઈ ડેફિનેટ ફોરેન બોડી શ્વાસનળીમાં ઉતરી જવાની હિસ્ટ્રી સાથે દાખલ થયેલ છે અને એમાંથી 50% જેટલા બાળકો એક વર્ષથી નાની ઉંમરના છે. દરેક માબાપે ખાસ ધ્યાન રાખવાની એવી વસ્તુ એ જ છે કે જ્યારે બાળકો પાંચ વર્ષથી નાની ઉંમરના હોય ત્યારે આ પ્રકારની ફોરેન બોડી એના શ્વાસનળીમાં ન જાય અથવા મોઢામાં ન જાય એની ખાસ કાળજી લેવી જોઈએ જેથી કરીને આવી ઈમરજન્સી સિચ્યુએશનમાં હોસ્પિટલમાં દોડવું ન પડે.
(વિથ ઇનપુટ અતુલ તિવારી)
ADVERTISEMENT