હિતેશ સુતરિયા.અરવલ્લીઃ અમેરિકામાં પ્રમાણી સંપ્રદાય જાગાણીયાત્રામાં હાજરી આપવા પહોંચેલા સાબરકાંઠા બેંકના ચેરમેન અને પ્રણામી સંપ્રદાયના અગ્રણી પન્નાધામ મંદિરના ચેરમેન મહેશ પટેલનના ભાઈ ભાભીનો અકસ્માત થયો હતો. અકસમાત એટલો ભયાનક હતો કે તેમાં તેમના ભાભીને જીવ ગુમાવવો પડ્યો છે. જ્યારે આ અકસ્માતમાં તેમના ભાઈને ઈજાઓ થતા તેમને સારવાર હેઠળ અમેરિકામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
સંપ્રદાયના અનુયાયીઓમાં શોક
સાબરકાંઠા બેંકના ચેરમેન અને પ્રણામી સંપ્રદાયના અગ્રણી પન્નાધામ મંદિરના ચેરમેન મહેશ અમીચંદભાઈ પટેલના મોટા ભાઈ એવા મનુભાઈ અને તેમના ભાભી એટેલે કે મનુભાઈના પત્ની રેણુકાબેન અમેરિકામાં પ્રમાણી સંપ્રદાય જાગાણીયાત્રામાં જોડાયા હતા. સુંદરસાથ સુધી પ્રણામી સંપ્રદાય પહોંચવા માટે ધાર્મિક યાત્રા દરમિયાન તેમની કારનો અન્ય કાર સાથે અકસ્માત થયો હતો. અકસ્માતમાં રેણુકાબેનનું મોત નિપજતા અમેરિકા સહીત પ્રણામી સંપ્રદાયના અનુયાયીઓમાં આઘાત જોવા મળ્યો હતો. સંપ્રદાયના જ એક સભ્યને ગુમાવતા અનુયાયીઓ શોકમય થઈ ગયા હતા. જ્યારે બીજી બાજુ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા મનુભાઈ પટેલની સ્થિતિ સ્થિર હોવાની જાણકારી સામે આવી રહી છે. આ સાથે જ તેમનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તેઓ હોસ્પિટલના બિછાને સારવાર હેઠળ હોવાનું જાણી શકાય છે.
‘તારી GF સાથે વાત તો કરાવ’- સુરતમાં મિત્રની પ્રેમિકા ગમી જતા યુવકને ગુમાવવો પડ્યો જીવ
કારનો સામ સામે અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ પટેલના મોટા ભાઈ એવા મનુભાઈ તથા તેમના પત્ની રેણુકાબેન અમેરિકાના ધાર્મિક પ્રવાસમાં જાગણીયાત્રામાં સફર કરી રહ્યા હતા. દરમિયાન સામ સામે કારનો અકસ્માત થયો હતો. જેમાં રેણુકાબેન મનુભાઈ પટેલનું અવસાન થયું છે. મનુભાઈ પટેલ પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા જેથી તુરંત તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તબીબો દ્વારા આવતીકાલે ઓપરેશન કરવામાં આવશે. ભાઈ ભાભીના ગમખ્વાર અક્સમાતની જાણકારી મળતા જ મહેશભાઈ પટેલના નિવાસ સ્થાને આજે અનેક શુભેચ્છકો, મિત્રો, રાજકીય આગેવાનોએ મુલાકાત લઈ હુંફ આપી હતી અને ભગવાન રેણુકાબેનની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી. પરિવાર આ સમાચાર મળતા જ ઘેરા શોકમાં સરી પડ્યો છે.
ADVERTISEMENT