પંચમહાલમાં તળાવમાં નહાવા પડેલા 4 બાળકોના ડૂબી જતા મોત, આખું ગામ શોકમાં ગરકાવ

Panchmahal News: પંચમહાલ જિલ્લામાં સવારે દુઃખદ ઘટના સામે આવી છે. જિલ્લાના ગજાપુર ગામમાં તળાવમાં ડૂબી જતા 4 બાળકોના મોત નિપજ્યા છે. તળાવમાંથી ચારેય બાળકોના મૃતદેહને…

gujarattak
follow google news

Panchmahal News: પંચમહાલ જિલ્લામાં સવારે દુઃખદ ઘટના સામે આવી છે. જિલ્લાના ગજાપુર ગામમાં તળાવમાં ડૂબી જતા 4 બાળકોના મોત નિપજ્યા છે. તળાવમાંથી ચારેય બાળકોના મૃતદેહને સ્થાનિક તરવૈયાઓની મદદથી બહાર કાઢવામાં આવ્યા છે. બનાવની જાણ થતા જ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

તળાવમાં નહાવા માટે પડ્યા હતા બાળકો

વિગતો મુજબ, પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગજાપુર ગામમાં વહેલી સવારે ચાર બાળકો રમતા રમતા નહાવા માટે પડ્યા હતા. જોકે ચારેય બાળક તળાવમાં મોજ મસ્તી કરતા હતા, એવામાં વરસાદના કારણે અંદર વધારે પાણી હોવાથી તમામ એકાએક ડૂબી ગયા હતા. તમામ બાળકોની ઉંમર 10થી 12 વર્ષની વચ્ચે હતી. અન્ય સાથી બાળકોએ ડૂબી જવા અંગે જાણ કરી હતી.

સ્થાનિક તરવૈયાની મદદથી મૃતદેહો બહાર કઢાયા

ઘટનાની જાણ થતા જ ગામવાસીઓના ટોળે ટોળા તળાવ પાસે પહોંચી ગયા હતા. પોલીસે પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. બાદમાં સ્થાનિક તસવૈયાઓની મદદથી બાળકોની શોધખોળ આદરીને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાને પગલે બાળકોનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે અને ગામમાં પણ ભારે શોક છવાઈ ગયો છે.

 

    follow whatsapp