Palitana: The world's first vegetarian city : ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું પાલીતાણા શહેરે ઈતિહાસ રચ્યો છે. પાલીતાણા દુનિયાનું પહેલું નોનવેજ ફૂડ (માંસાહારી ભોજન) પર પ્રતિબંધ મુકનાર શહેર બન્યું છે. પાલીતાણામાં નોનવેજ ફૂડના વેચાણ અને ખાવા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી દેવાયો છે.
ADVERTISEMENT
પાલીતાણા એ જૈન ધર્મનું પ્રસિદ્ધ તીર્થસ્થાન છે. જૈન મુનિઓ દ્વારા સતત વિરોધ પ્રદર્શન કરવાના કારણે આ ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. લગભગ 200 જૈન મુનિએ શહેરમાં લગભગ 250 કસાઈની દુકાનોને બંધ કરાવવાની માંગને લઈને ભૂખ હડતાલ કરી હતી. ત્યારે હવે સરકારે જૈન સમુદાયની ભાવનાઓનું સન્માન કરતા આ પ્રતિબંધ લાગૂ કર્યો છે. હવે પાલીતાણામાં ન માત્ર માંસ અને ઈંડાનું વેચાણ બંધ છે, પરંતુ પશુઓને કાપવાનું પણ વર્જિત છે. હવે અહીં નોન વેજના વેચાણ, ખાવા અને પશુઓના કતલ કરવું ગેરકાયદેસર છે અને કાયદા દ્વારા સજાપાત્ર ગુનો છે. જે લોકો આ નિયમ તોડશે તેના માટે દંડની જોગવાઈ છે.
પાલીતાણામાં જૈન સાધુઓએ વિરોધ કર્યો
માંસાહાર પર પ્રતિબંધનો નિર્ણય અનેક રીતે મહત્વપૂર્ણ છે. આ જૈન ધર્મના અનુયાયિઓ માટે એક મોટી જીત છે અને તેની ધાર્મિક માન્યતાઓના સન્માનનું પ્રતીક છે. સાથે તે શાકાહારી જીવનશૈલીને પ્રોત્સાહન આપવાની દિશામાં મોટું પગલું છે.
અનેક શહેરોમાં માંસાહારનો વિરોધ
રાજકોટમાં માંસાહાર ખોરાકના વેચાણને નિયંત્રિત કરતી ઓર્ડરોની લાઈન લાગી છે. આ આદેશોમાં જાહેર સ્થળોએ માંસાહાર ખોરાક તૈયાર કરવા અને પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ છે. વડોદરાએ ટૂંક સમયમાં આ ઉદાહરણને અનુસર્યું. જૂનાગઢ અને અમદાવાદમાં સમાન નિયમો લાગુ કરવામાં આવ્યા છે. માંસાહાર ખોરાકના વિરોધીઓએ દલીલ કરી હતી કે માંસનું પ્રદર્શન તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. ખાસ કરીને બાળકો પર નકારાત્મક અસર કરે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યું સમર્થન
પાલીતાણા શહેરમાં માંસાહારી ખોરાક પર પ્રતિબંધને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પણ સમર્થન મળ્યું છે. તેમણે આ નિયમોને ટ્રાફિકની ભીડ ઘટાડવા સાથે જોડ્યા હતા. તેમણે કહ્યું હતું કે, તેમનો ઉદેશ્ય ટ્રાફિક વાળા વિસ્તારોમાં આવી દુકાનોથી સર્જાતી ટ્રાફિક ભીડને ઘટાડવાનો પણ છે.
પાલીતાણા જૈનોના પવિત્ર યાત્રાધામોમાંનું એક
પાલીતાણાએ જૈનો માટે સૌથી પવિત્ર યાત્રાધામો પૈકીનું એક છે. શત્રુંજય પહાડીમાં આવેલા પાલીતાણાને જૈન મંદિરના નગર તરીકે પણ ઓળખવામાં આવે છે. પાલીતાણા શહેરમાં કુલ 800 જૈન મંદિરો છે. જેમાં સૌથી પ્રસિદ્ધ જૈન મંદિર આદિનાથ મંદિર છે, જે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથને સમર્પિત છે.
ADVERTISEMENT