Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં નિર્માણાધીન ઓવરબ્રિજનો સ્લેબ અચાનક ધરાશાયી થઈ જતા, નીચે રીક્ષામાં બેઠેલા 2 યુવકાનો કરુણ મોત નિપજ્યા હતા. ઘટનાને લઈને મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા બાદ મંગળવારે સવારે તપાસ માટે ટીમ સ્થળ પર પહોંચી હતી. બીજી તરફ બ્રિજ બનાવતી કંપનીને 6 વર્ષ પહેલા જ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને બ્લેકલિસ્ટ કરી હોવાનું પણ સામે આવી રહ્યું છે.
ADVERTISEMENT
AMCએ 2017માં કંપનીને બ્લેકલિસ્ટ કરી હતી
પાલનપુરમાં આરટીઓ સર્કલ પાસે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી જી.પી ચૌધરી કન્સ્ટ્રક્શન કંપનીને સોંપવામાં આવી હતી. ચોંકાવનારી બાબત એ છે કે 2017માં અમદાવાદમાં આ જ કંપનીએ બનાવેલા તમામ રોડ ચોમાસા બાદ તૂટી જતા હલકી ગુણવત્તાના રોડ બનાવતા મ્યુનિ. કમિશનર દ્વારા તેને 5 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી. ત્યારે આ જ કંપનીને પાલનપુરમાં બ્રિજ બનાવવાનું કામ કેમ સોંપવામાં આવ્યો તે મોટો સવાલ છે. જી.પી કન્સન્ટ્રક્શન સામે હાલ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધવામાં આવી છે.
ટ્રેનની સ્પીડ ઘટાડવા કરાયો આદેશ
દોઢ વર્ષથી આ બ્રિજનું કામ ચાલી રહ્યું હતું. સોમવારે બપોરે એકાએક બ્રિજના સ્લેબ તૂટી પડતા તેની નીચે ટ્રેક્ટર અને રીક્ષા દબાઈ ગયા હતા. જેમાં 2 યુવકોના મોત થઈ ગયા. બ્રિજનો સ્લેબ પડ્યો ત્યાં નજીકમાંથી જ રેલવે લાઈન પસાર થાય છે. ઘટના બાદ અમદાવાદ રેલવે મંડળના DRM પણ સ્થળ પર પહોંચ્યા હતા અને તેમણે દુર્ઘટના નજીકથી પસાર થતા રેલવે ટ્રેક પર ટ્રેનોની સ્પીડ ઘટાડવા આદેશ કર્યો છે.
ADVERTISEMENT