બનાસકાંઠાઃ પાલનપુર-અંબાજી હાઈવે પર બે બાઈક જોરદાર ભટકાયા હતા. જેમાં બે યુવાનોના જીવ ગયા છે. આપણે ત્યાં હમણમાં જ ઝડપની મજાના કારણે ઘણા જીવો ગયા છે છતા તેમાંથી પદાર્થ પાઠ શીખવાને બદલે લોકો હજુ પણ બેફામ બની રહ્યા છે. ધૂમ સ્પીડમાં વાહન ચલાવવાનો રોમાંચ હજુ કેટલા જીવ લેશે તેનો અંદાજ નથી પરંતુ જ્યાં સુધી કડક હાથે અમલવારી થશે નહીં ત્યાં સુધી આવી ઘટનાઓની સંખ્યા અટકવાની નથી તે નક્કી છે.
ADVERTISEMENT
યુવાનોએ સ્થળ પર જ લીધા છેલ્લા શ્વાસ
બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર અને અંબાજી હાઈવે પર વાહનોનો ધસારો આમ પણ ઘણો રહે છે. દરમિયાનમાં એક ઘટના સામે આવી છે જેમાં બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતમાં બંને વાહનોના તો કચ્ચરઘાણ વળી જ ગયા હતા પરંતુ બે વ્યક્તિના જીવ પણ ગયા હતા.
હડતાળ વચ્ચે ગુજરાત સરકારે તમામ 280 ડાયાલિસિસ કેન્દ્ર મોડી રાત સુધી ચલાવવાનો કર્યો નિર્ણય
પ્રાપ્ત વિગતો પ્રમાણે, બનાસકાંઠાના પાલનપુર-અંબાજી હાઈવે પર આવેલા ધનિયાણા ચાર રસ્તા નજીક ગત રાત્રે બે બાઈક સામ સામે ભટકાયા હતા. વાહનની ઓવર સ્પીડને કારણે સર્જાયેલા આ અકસ્માતમાં બે યુવાનોના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. આ મામલાને પગલે લોકોના ટોળા વળી ગયા હતા. ઘટનાની જાણ થતા સ્થાનીક પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી. પોલીસે તપાસ હાથ ધરતા મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યા હતા.
ADVERTISEMENT