ગુજરાત બોર્ડર પરથી ઝડપાયો પાકિસ્તાની ઘૂસણખોર, આ રીતે કર્યો હતો ગુજરાતમાં પ્રવેશ

બનાસકાંઠા: ભારતમાં અનેક પાકિસ્તાનીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરતાં રહે છે. આ દરમિયાન વધુ એક વખત ખુસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સતર્ક બીએસએફ જવાનોએ પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી…

gujarattak
follow google news

બનાસકાંઠા: ભારતમાં અનેક પાકિસ્તાનીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરતાં રહે છે. આ દરમિયાન વધુ એક વખત ખુસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સતર્ક બીએસએફ જવાનોએ પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં બોર્ડર આઉટ પોસ્ટ નાડેશ્વરી પાસેના ગેટ પરથી નીચે ઉતરતાની સાથે જ તેને પકડી લીધો હતો. તારની વાડ કૂદીને ભારતમાં પ્રવેશવાનો પ્રયત્ન કરતાં ઝડપાયો છે.

બનાસકાંઠામાં આવેલી ભારત-પાકિસ્તાન બોર્ડર પરથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો છે. પાકિસ્તાની ઘૂસણખોરની ઓળખ દયા રામ તરીકે થઈ છે. નડાબેટ નજીકની આંતરાષ્ટ્રીય સીમા ઓળંગવાનો પ્રયત્ન કરતો હતો આ દરમિયાન સતર્ક BSFના જવાનોએ પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી લીધો છે. ત્યારે દયારામ નામના પાકિસ્તાનીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: અમૂલ બાદ હવે સુમુલ ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો ઝીંકયો, જાણો નવી કિંમત

નાડેશ્વરી પાસેના ગેટ પરથી નીચે ઉતરતાની સાથે જ ઝડપી લેવાયો
BSF જવાનોએ મંગળવારે એક પાકિસ્તાની નાગરિકને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરતા જોયો હતો. બનાસકાંઠા જિલ્લામાં બોર્ડર આઉટ પોસ્ટ નાડેશ્વરી પાસેના ગેટ પરથી નીચે ઉતરતાની સાથે જ તેને પકડી લીધો હતો, આ ઘૂસણખોર પાકિસ્તાનના નગરપારકરના રહેવાસી દયારામ તરીકે ઓળખાયેલ આ વ્યક્તિ પાકિસ્તાનથી ભારત ગેરકાયદે રીતે આવી રહ્યો હતો. ત્યારે હવે આ મામલે વધુ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે આ પાકિસ્તાનીને ઝડપી અને આગળની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

જોકે, ઝડપાયેલ પાકિસ્તાની દયારામ પાસે જોઈ જોખમી વસ્તુ મળી છે કે નહીં, કયા કારણોસર ઘૂસણખોરી કરવામાં આવી તે તમામ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ગંગારામ એકલા જ છે કે બીજું કોઈ સાથે હતું તે પણ એક સવાલ છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

    follow whatsapp