સુરત : આશરે દોઢ વર્ષ પહેલા સુરતના સલાબદપુરા વિસ્તારમાં ખુબ જ કરૂણ અને ક્રુર ઘટના સામે આવી હતી. જ્યાં સગા બાપેપોતાની આઠ માસની દિકરીને છાતીના ભાગે મારામારી કરી હતી. બીજુ કારણ જાણીને કોર્ટના જજ પણ ઘટના વિશે જાણીને ચોંકી ઉઠી હતી. પિતાએ પોતાની પુત્રીની હત્યા માત્ર એટલા માટે કરી નાખી હતી કારણ કે બાળકીના રડવાના કારણે પિતાની ઉંઘ ખરાબ થઇ ગઇ હતી.
ADVERTISEMENT
બાળકી રડવાના અવાજથી ગુસ્સે ભરાઇને તેની પછાડી પછાડીને હત્યા કરી
બાળકીના રડવાના અવાજથી ગુસ્સે થઇને પિતાએ પોતાની બાળકીને ચહેરા તથા છાતીના ભાગે મુક્કા માર્યા હતા. જેના કારણે બાળકીના મોઢામાંથી ફીણ નિકળી ગયા હતા. ત્યાર બાદ તેનું મોત નિપજ્યું હતું. સુરત કોર્ટ દ્વારા આ રાક્ષસી બાપને આજીવન કેદની સજા ફટકારી હતી. માતાએ પોતાની નજર સામે જ પોતાના કાળજાના ટુકડાની હત્યા થતા જોઇ હતી.
નર રાક્ષસે માતાની નજર સામે પોતાની પુત્રીની હત્યા કરી
માતાએ પોતાના નિવેદનમાં જણઆવ્યું કે, રાક્ષસી પતિએ બાળકીને છાતીના ભાગે મુક્કા માર્યા હતા, ચહેરા પર મુક્કા માર્યા હતા અને ત્યાર બાદ બાળકીને જમીન પર પછાડી હતી. પુત્રી આયતનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. માતા કંઇ સમજે અને બચાવવા પહોંચે તે પહેલા જ બાળકીને ક્રુર બનેલા રાક્ષસે મારી નાખી હતી.
ADVERTISEMENT