ગાંધીનગર: રાજકારણમાં કઇ પણ કાયમી હોતું નથી તેનો દાખલો ગુજરાત સરકારે બેસાડયો છે. ભાજપમાં કોઈ આકરો નિર્ણય લેવાય તો નવાઈ ન કહેવાય મુખ્યમંત્રીના નામ ની જાહેરાત હોય કે પછી મંત્રીઓના પત્તા કાપવાની ગુજરાતમાં તમામ રાજકીય પ્રયોગો પહેલે થી જ થતાં આવ્યા છે. અને એટલા માટે જ ગુજરાતને રાજકારણની પ્રયોગશાળા માનવામાં આવે છે. આ દરમિયાન ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. જેમાં ભાજપના ઘણા નેતાઓ હવે કોમનમેન બની ગયા છે. સરકારે હવે નેતાઓની સત્તા જતાં સુરક્ષા પણ પાછી ખેંચી લીધી છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના 14 પૂર્વ અને રૂપાણીના 10 મંત્રીઓની સુરક્ષા પાછી લેવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ભૂપેન્દ્ર પટેલની સરકાર બની અને મંત્રીઓના નામ કાપવાનો નિર્ણય અને ત્યાર બાદ વિધાનસભાની ચૂંટણી પર ટિકિટ કાપવાનો નિર્ણય અને હવે રાજ્યના મંત્રીઓની સુરક્ષા પાછી લેવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી રાજ્યના 24 જેટલા પૂર્વ મંત્રીઓને વીવીઆઈપી સુરક્ષા નહિ મળે. આ નેતાઓને ફાળવાયેલા સ્થાનિક પોલીસ, એસઆરપીએફમાંથી 67 બંગલા ગાર્ડ, અંગરક્ષકો, સુરક્ષા ગાર્ડને તેમના હથિયાર આજે સવારે 11 વાગ્યા સુધી જમા કરાવવાના આદેશ ગાંધીનગરથી છૂટ્યા છે.
આ નેતાઓને નહીં મળી કોઈ સુરક્ષા
ભૂપેન્દ્ર પટેલ અને વિજય રૂપની સરકારના પૂર્વ મંત્રીઓ આજથી જ કોમન મેન બનીને રહેશે. તાજેતરમા જ ગૃહ વિભાગે પૂર્વ મંત્રીઓ અને પદાધિકારીઓની સલામતી વ્યવસ્થા પરત ખેંચવા નિર્ણય કર્યો હતો. જેનો અમલ કરવામાં આવ્યો છે. ત્યારે હવે રાજેન્દ્ર ત્રિમવેદી, જીતુ વાઘાણી, પૂર્ણેશ મોદી, અર્જુનસિંહ ચૌહાણ, પ્રદીપ પમાર, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનીષા વકીલ, નિમિષા સુથાર, કિર્તીસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ પરમાર, વિનોદ મોરડીયા, દેવા માલમ, આરસી ફળદુ, કૌશિક પટેલ, સૌરભ પટેલ, જયદ્રથસિંહ પરમાર, ઈશ્વરસિંહ પટેલ, વાસણ આહિર, વિભાવરી દવે, રમણ પાટકર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યોગેશ પટેલ, વલ્લભ કાકડિયાને વીવીઆઈપી સુરક્ષા નહિ મળે.
ત્યારે રાજ્યના પૂર્વ પદાધિકારીઓની સુરક્ષા પણ પરત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ડો.નિમાબેન આચાર્ય, પંકજ દેસાઈ, દુષ્યંત પટેલ, રમેશ કટારા, આર સી પટેલ, શંભુજી ઠાકોરની સુરક્ષા પરત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ નેતાઓની સુરક્ષા યથાવત રાહવાનો કર્યો નિર્ણય
પૂર્વ સરકારી પદો પર રહેલા રાજકીય નેતાઓ સહિત 290 માંથી 96 ની સુરક્ષા પરત ખેંચી લેવાઈ છે. જોકે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ ગૃહમંત્રીઓ પ્રદીપસિંહ જાડેજા, રજનીકાંત પટેલ અને ગોરધન ઝડફિયાની સુરક્ષા યથાવત રાખવામાં આવી છે.
ADVERTISEMENT