BJP state President News: લોકસભા ચૂંટણી પહેલા દેશના અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. તેની તૈયારી કરી રહેલી ભાજપે મંગળવારે અનેક રાજ્યોમાં પોતાના અધ્યક્ષ બદલ્યા છે. પાર્ટીના નિવેદન બહાર પાડીને કહ્યું કે, જી.કિશન રેડ્ડીને તેલંગાણાના ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ડી.પુરંદેશ્વરીને આંધ્રપ્રદેશ, પૂર્વ સીએમ બાબુલાલ મરાંડીને ઝારખંડ અને સુનિલ જાખડને પંજાબમાં પાર્ટીની કમાન સોંપવામાં આવી છે.
ADVERTISEMENT
જો કે 2024 ની લોકસભાને પગલે એક્શન મોડમાં રહેલી ભાજપ સરકાર દ્વારા ગુજરાતમાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવે તેવો એક ગણગણાટ હતો. જો કે હવે વિશ્વસ્થ સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં કોઇ ફેરફાર થાય તેવી શક્યતા નથી. ગુજરાતનું માળખું સજ્જડ અને અકબંધ રહેશે. સી.આર પાટીલ પણ પોતાના પદ્દ પર યથાવત્ત રહેશે. તેમને બદલવામાં આવે તેવી કોઇ જ શક્યતા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, તેમને કાર્યકાળ જુલાઇ મહિનામાં પુર્ણ થાય છે.
સી.આર પાટીલે જે પ્રકારે ગુજરાતમાં ઐતિહાસિક જીત અપાવી છે. જે માધવસિંહ સોલંકીના 149 સીટ કરતા પણ વધારે હતી. ભાજપે ન ભુતો ન ભવિષ્યતી 156 સીટો પર જીત પ્રાપ્ત કરી છે. જે ભાજપની અત્યાર સુધીની સૌથી મોટી અને ઐતિહાસિક જીત છે. આ જીત નરેન્દ્ર મોદીના સમયમાં પણ આવી ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી શકી નહોતી. જેથી તેમને લોકસભા સુધી હટાવવામાં ન આવે તેવો નિર્ણય દિલ્હીથી લેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છેકે, તેમની બુથ લેવલ સુધીનું માઇક્રો મેનેજમેન્ટ અને પેજ પ્રમુખનો કોનસેપ્ટ મોદી સરકારે રાષ્ટ્રીય સ્તરે પણ લાગુ કર્યો છે. આ જ પેજ પ્રમુખનો ચમત્કાર છે કે, ભાજપે ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક રીતે 182 માંથી 156 સીટો પ્રાપ્ત કરી. જેથી દિલ્હીના સુત્ર અનુસાર હાલ તો પાટીલ જ ગુજરાતના પરમાત્મા રહેશે.
ADVERTISEMENT