અમદાવાદ: શહેરના બોપલ વિસ્તારમાં એક મહિલાએ યુ-ટ્યુબ પર વીડિયો લાઈક કરીને પૈસા કમાવવાની લાલચમાં 18.29 લાખ રૂપિયા ગુમાવી દીધા છે. ગઠિયાએ મહિલાનો વિશ્વાસ કેળવવા પહેલા ખાતામાં રૂ.1700 જમા કરાવ્યા. આ બાદ મહિલાએ વધુ પૈસાની લાલચમાં કામ ચાલું રાખ્યું ત્યારે પેનલ્ટી અને રજીસ્ટ્રેશનના બહાને તેની પાસેથી ઓનલાઈન પૈસા પડાવી લેવામાં આવ્યા હતા. હાલમાં આ મહિલાઓ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
ADVERTISEMENT
ફેસબુકમાં મળી વીડિયો લાઈક કરીને કમાવવાની જાહેરાત
વિગતો મુજબ, બોપલમાં રહેતી સીમરન ગઢવીએ ફેસબુક પર યુ-ટ્યુબના વીડયો લાઈક કરીને પૈસા કમાવવાની જાહેરાત જોઈ હતી. જેના પર ક્લિક કરતા એક એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તેને કહેવાયું. આ બાદ એપ ડાઉનલોડ કરાવનાર એક મહિલાએ તેને ટેલિગ્રામ ગ્રુપમાં એડ કરી અને આધારકાર્ડ, પાનકાર્ડ, તથા બેન્કની માહિતી મેળવી હતી. બાદમાં મહિલાએ વીડિયો લાઈક અને શેર કરવાનું શરૂ કર્યું, આમ તેના ખાતામાં રૂ.1700 જમા થયા હતા. જે બાદ મહિલાને બીજા ટાસ્ક આપવામાં આવ્યા અને રજીસ્ટ્રેશન પેકે પહેલા રૂ.100, પછી 300, 500 એમ પૈસા જમા કરાવાનું કહેવાયું.
ગઠિયાએ કેવી રીતે ધીમે ધીમે પડાવ્યા 18 લાખ?
બાદમાં ગઠિયાએ તેમને બીજા દિવસે નવો ટાસ્ક આપવાની વાત કરી અને આ માટે તેમને સામેથી પૈસા આપવા પડશે એમ કહ્યું. જોકે લાલચમાં મહિલાએ જુદા જુદા ટ્રાન્ઝેક્શનથી પહેલા 20,000 પછી 42000, 10000 અને 50000 ટ્રાન્સફર કરી દીધા. આ બાદ તેમને મેસેજ આવ્યો કે તમે ખોટો ટાસ્ક પસંદ કર્યો છે જેથી તમને પેનલ્ટી લાગશે એમ કહીને એમ કહીને ફરી વધુ પૈસા ભરાવ્યા અને બાદમાં આ પૈસા પાછા લેવા માટે પણ પૈસા ભરાવ્યા. આમ 11થી 26 એપ્રિલ સુધી ચાલેલા આ ખેલમાં ગઠિયાએ ધીમે ધીમે કરીને 18.29 લાખ રૂપિયા પડાવી લીધા.
મહિલાએ સંબંધીઓ પાસેથી ઉછીના પૈસા લઈને ગઠિયાને આપ્યા
બીજી તરફ એકબાદ પૈસાની લાલચમાં આવીને સ્કેમમાં ફસાયેલા સીમરન બેન પોતાના પૈસા પાછા લેવા માટે એકબાદ એક સંબંધીઓ પાસેથી પણ પૈસા લઈને ગઠિયાએ કહેલા ખાતામાં નાખતા રહ્યા. જોકે દિવસો બાદ પણ ફરી પૈસાની માગણી કરતા તેમને લાગ્યું કે તેમની સાથે છેતરપિંડી થઈ રહી છે. આખરે તેમણે સમગ્ર મામલે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT