Rajkot News : ખેડૂતોનો ઉદ્દેશ્ય તેમનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર ઘણા દિવસોથી પ્રતિબંધ છે. જેના કારણે ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળી શકતા નથી. જેના કારણે દેશભરના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોના વિરોધનું અનોખું ચિત્ર ગુજરાતના રાજકોટમાંથી સામે આવી રહ્યું છે. અહીં ધોરજીમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં ડુંગળી સમાધિ લઈને પ્રદર્શન કર્યું હતું. તેમનો ઉદ્દેશ્ય સરકાર સુધી તેમનો અવાજ પહોંચાડવાનો છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર ઘણા દિવસોથી પ્રતિબંધ છે.
ADVERTISEMENT
ડુંગળીની નિકાસ બંધ થતા ભાવ તળીયે પહોંચ્યા
ડુંગળીની નિકાસ બંધ થવાને કારણે તેના ભાવમાં ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. તેથી ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતો કહે છે કે અમે ડુંગળીના પાકનું વાવેતર ઘણી અપેક્ષાઓ સાથે કર્યું હતું.
ખેડૂતો પાસે વિરોધ વ્યક્ત કરવા સિવાય કોઇ રસ્તો નથી
પરંતુ સરકાર દ્વારા નિકાસ પર પ્રતિબંધના કારણે ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહ્યા નથી. માલ ખરીદવાની વાત તો છોડો, વેપારીઓ ડુંગળી તરફ જોવા પણ તૈયાર નથી. આવી સ્થિતિમાં ખેડૂતો પાસે વિરોધ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.
કેન્દ્ર સરકાર ડુંગળી નિકાસ પરથી પ્રતિબંધ હટાવવા માંગ
ખેડૂતોની એક જ માંગ છે કે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવો જોઈએ. જેથી તેઓને તેમના પાકની યોગ્ય કિંમત મળી શકે અને તેમના ખર્ચાઓ પણ પહોંચી શકે. તમને જણાવી દઈએ કે, ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ પહેલા ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ આશરે 4500 રૂપિયા મળતા હતા. પરંતુ, 8 ડિસેમ્બરે નિકાસ પ્રતિબંધ પછી ખેડૂતોને હવે માત્ર અડધો ભાવ એટલે કે લગભગ 2400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળી રહ્યો છે.
સરકારી પ્રતિબંધો 2024 સુધી યથાવત્ત રહેશે
આ પ્રતિબંધ માર્ચ 2024 સુધી લાગુ રહેશે. બીજી તરફ ભારત સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર લગાવવામાં આવેલા પ્રતિબંધ બાદ ઘણા પડોશી દેશો ડુંગળીની અછતનો સામનો કરી રહ્યા છે. બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન, શ્રીલંકા અને માલદીવમાં ડુંગળીના ભાવ આસમાને છે.
શરદ પવાર મહારાષ્ટ્રના ખેડૂતોના સમર્થનમાં બહાર આવ્યા હતા
તમને જણાવી દઈએ કે, ગયા અઠવાડિયે મહારાષ્ટ્રના ખેડૂતોએ પણ આ મુદ્દે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. ત્યારબાદ NCP નેતા શરદ પવાર 11 ડિસેમ્બરે નાસિક જિલ્લાના ચાંદવાડમાં ડુંગળીના ખેડૂતોને મળ્યા હતા. તેમજ સરકારના ડુંગળીની નિકાસ પર પ્રતિબંધના નિર્ણયના વિરોધમાં રેલી કાઢવામાં આવી હતી.
હકીકતમાં, ભારતના કુલ ઉત્પાદનની તુલનામાં, મહારાષ્ટ્રમાં 37 ટકાથી વધુ ડુંગળીનું ઉત્પાદન થાય છે. તેનું 10 ટકા ઉત્પાદન એકલા નાસિક જિલ્લામાં થાય છે.
ADVERTISEMENT