રોનક જાની.નવસારીઃ નવસારીના ઉભરત બીચ પર સુરતના હજીરા ONGC પ્લાન્ટ તરફ જતી પાઈપલાઈન દરિયાના મોજાના કારણે ખુલ્લી થઈ ગઈ હતી. ONGC ની ટીમે ઉભરત બીચ પરથી પસાર થતી ONGC લાઈન ખુલી જતાં સુરક્ષા અભિયાન હાથ ધર્યું હતું. ઉલ્લેખનીય છે કે હાલમાં બિપોરજોય વાવાઝોડાને કારણે દરિયાકાંઠે આ કામગીરી કરવી પણ ઘણી મુશકેલ છે. જોકે બીજી તરફ દરિયામાં મોજા પણ બહુ તાકાત સાથે ગુજરાતના કિનારે ભટકાઈ રહ્યા છે.
ADVERTISEMENT
નવસારી-ડાંગમાં વરસાદની સટાસટીઃ બિપોરજોયની એન્ટ્રી પહેલાના જુઓ Video
અગાઉ પણ લાઈન બહાર આવી ગઈ હતી
નવસારીના ઉભરત ખાતે સુરતના હજીરા ONGC પ્લાન્ટ તરફ જતી પાઈપલાઈન દરિયાના મોજાના કારણે ખુલ્લી થઈ ગઈ હતી. ONGC ની ટીમ દ્વારા ઉભરત બીચ પરથી પસાર થતી ONGC લાઈન ખુલી જતાં સુરક્ષા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ONGC ના અધિકારીઓએ તાત્કાલિક ખુલ્લી થઈ ગયેલી લાઈનને કવર કરવાની કામગીરી શરૂ કરી હતી. પાઈપલાઈન ખુલી જવાની ઘટના આ પહેલીવાર નથી. ઉભરતની વચ્ચોવચ ONGC ની લાઈન ઘણી વખત તેજ પવન અને દરિયાઈ મોજાને કારણે જમીનમાંથી બહાર નીકળી જાય છે.
ADVERTISEMENT