સુરત: રાજ્યભરના છેલ્લા ઘણા દિવસથી નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકથી મૃત્યુના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. ક્રિકેટ રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે સવારે એસટી ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યા બાદ વધુ એક મોતનો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં એક યુવક બાઇક ચલાવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક હાર્ટ એટેકથી મોત થયું છે.
ADVERTISEMENT
સુરતમાં 27 વર્ષીય શનિ મિત્રો સાથે જમીને ઘરે આવતો હતો. તે દરમિયાન ચાલુ બાઇક પર જ તેને છાતીમાં દુખાવો થયો હતો. જે બાદ ટૂંકી સારવારમાં જ યુવાનનું મોત નીપજ્યુ છે. છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં નાની ઉંમરમાં રમતાં રમતાં હાર્ટ એટેક આવી જવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે આજે ગુજરાતમાં એક સાથે બે કિસ્સા સામે આવ્યા છે. સુરત અને રાધનપુરમાં બંને કિસ્સામાં મોત થતાં ચિંતામાં વધારો થયો છે.
આ પણ વાંચો: પાટણઃ એ કોઈ વીર જવાન ન્હોતો પણ છેલ્લા શ્વાસ સુધી લોકોને સલામત ડેપો પહોંચાડનાર ST ડ્રાઈવરનું નિધન
હાર્ટએટેક થી મોતની ઘટનામાં થયો વધારો
સુરતમાં શનિ નામનો યુવાન મિત્રો સાથે જમવા ગયો હતો. જમીને તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે જ બાઇક પર હતો આ દરમિયાન તેમણે છાતીમાં દુખાવો શરૂ થઈ ચૂક્યો હતો. ત્યારે તેના મિત્રો તેને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તેની સારવાર પણ શરૂ કરવામાં આવી હતી. તબીબોના જણાવ્યા પ્રમાણે આ યુવાનને છાતીમાં દુખાવાની સાથે હાર્ટ એટેક આવ્યા હતા. જેથી આ યુવાનનું મોત નીપજ્યું છે. રાજ્યભરમાં આ પ્રકારના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હનુમાન જયંતીની ઉજવણીના બીજા જ દિવસે પીએસઆઈનું મોત થયું હતું. પ્રવીણભાઈ એસ.આસોડા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. ત્યારે એટેક આવતા થયું મોત થયું હતું. પી.એસ.આઈ.ના મોતને લઈ પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT