અમદાવાદ : શહેરના હોટલ અને ગેસ્ટહાઉસમાંથી નીકળતા કપલને અટકાવીને પોલીસ તરીકેની ઓળખ આપીને પૈસા પડાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ઝોન-1 પોલીસ દ્વારા આ નકલી ગેંગના 2 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. આ બંન્ને આરોપીઓ હોટલ અને ગેસ્ટ હાઉસની બહાર બેસતા હતા. ગેસ્ટમાંથી નિકળતા કપલને રોકીને ક્રાઇમ બ્રાંચમાંથી આવીએ છીએ. કપલ્સને અટકાવીને તેમનો તોડ કરતા હતા.
ADVERTISEMENT
વાડજ પોલીસ સ્ટેશનમાં વિચિત્ર કેસ નોંધાયો
વાડજ પોલીસ સ્ટેશનમાં થોડા દિવસો અગાઉ 42 વર્ષના આધેડ પોતાની વેવાણ સાથે હોટલમાં ગયા હતા. હોટલ બહાર આવીને તેઓ વાડજ તરફ પરત ફરિ રહ્યા હતા. ત્યારે બે વ્યક્તિઓએ તેનો પીછો કર્યો અને તેમને અટકાવ્યા હતા. વેવાણ સાથે રોક્યા બાદ બંન્નેની પુછપરછ કરવાના બહાને ધમકાવ્યા હતા. મહિલા કોણ છે? હોટલમાં કેમ ગયા ? પોલીસ સ્ટેશન આવવું પડશે તેમ કહીને ગભરાવ્યા હતા. પોતે ક્રાઇમબ્રાંચમાં છે તેવી ધાકધમકી પણ આપી હતી.
નકલી પોલીસે વેવાઇ વેવાણનો તોડ કર્યો
જો સમગ્ર મામલે પતાવટ કરવી હોય તો અવાવરૂ જગ્યાએ લઇ જઇને 9 હજાર રૂપિયાનો તોડ કર્યો હતો. ત્યાર બાદ બંન્નેને જવા દીધા હતા. વાડજ પોલીસમાં આવી ફરિયાદ દાખલ થતા પોલીસ કામે લાગી હતી. આખરે તોડ કરનારા અકરમ અંસારી અને મોહસીન ખાન પઠાણની ધરપકડ કરી હતી. બંન્ને આરોપીઓ હોટલમાંથી નિકળતા કપલને ટાર્ગેટ કરતા હતા. પોલીસ તરીકેની ઓળખ આપીને તેમને તોડ કરતા હતા.
ADVERTISEMENT