નવી દિલ્હી : ભારત અને અમેરિકાએ પોતાના સંરક્ષણ અને ટેક્નોલોજી સંબંધોને વધારવા માટે ધ ઇનિશિએટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજી ICET નીપહેલ કરી છે. આ સંરક્ષણ પહેલમાં અમેરિકા અને ભારત ઉન્નત સંરક્ષણ અને કમ્પ્યુટિંગ ટેક્નોલોજીનું આદાન પ્રદાન કરવા માટેની યોજના બનાવી રહ્યા છે. જેમાં જનરલ ઇલેક્ટ્રીકલ કંપની જેટ એન્જીનોના ઉત્પાદનનો પણ સમાવેશ થાય છે.
ADVERTISEMENT
ભારત હવે રશિયા પરની નિર્ભરતા ઘટાડવા પ્રયાસ કરી રહ્યું છે
એવું માનવામાં આવી રહ્યું છે કે, અમેરિકા ભારતની સાથે પહેલા ચીન અને રશિયા બંન્નેને એક સાથે સાધવા માટે કરી રહ્યું છે. જે મુદ્દે ચીનના એક મુખ્ય અખબારે કહ્યું કે, ભારત અને અમેરિકા આ કપલની જેમ છે જે સુવે એક જ પથારી પર પરંતુ તેમના ઇરાદાઓ સંપુર્ણ રીતે અલગ છે. ચીની કમ્યૂનિસ્ટ સરકારના મુખપત્ર અનુસાર અખબાર ગ્લોબલ ટાઇમ્સે પોતાના એક લેખમાં લખ્યું છે કે, અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને પોતાના ભારતીય સમકક્ષ અજીત ડોભાલ સાથે મુલાકાતમાં iCET પહેલની સાથે અધિકારીક રીતે બંન્ને દેશોની રણનીતિ ભાગીદારીને આગળ વધારી છે.
ચીની મીડિયાએ કહ્યું કે, એક જ પથારીમાં અલગ-અલગ સપના સાથે સુતુ કપલ
અખબારે લખ્યું કે, એક ચીની કહેવ છે કે, એક જ બિસ્તર, અલગ અલગ સપના. કહેવતમાં એક એવા કપલની વાત કરે છે જે એક બીજા સાથે જોડાયેલા છે પરંતુ તેના ઇરાદા એકદમ અલગ અળગ છે. આ કહેવત અમેરિકા અને ભારતના સંબંધો વચ્ચે સંપુર્ણ સટીક છે. મે 2020 માં ટોક્યોમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળ્યા હતા. બંન્ને આ પહેલને શરૂ કરવાની વાત કહી હતી. બંન્ને પક્ષો જાણતા હતા કે તેની જરૂર બંન્નેને છે.
ભારતના અમેરિકા સાથેના ટેક્નોલોજીકલ સંબંધો વધ્યા છે
ગ્લોબલ ટાઇમ્સે લખ્યું કે, ભારત અમેરિકા સાથે આ ટેક્નોલોજીનો સંબંધ વધ્યો છે, જેથી તેના ઉન્નત ટેક્નોલોજી પ્રાપ્ત હોય અને અમેરિકાથી તેના માટે ફંડિગ મળે. ભારત ઇચ્છે ખે કે, તેના દ્વારા આ ક્ષેત્રમાં વિકાસ કરે, ગ્લોબલ ઇન્ડસ્ટ્રી અને સપ્લાઇ ચેનમાં ચીનને પાછળ છોડી શકે છે. આ સંરક્ષણ પહેલમાં અમેરિકાના હિતનો ઉલ્લેખ કરતા શંઘાઇ ઇન્સ્ટીટ્યુટ ફોર ઇન્ટરનેશનલ સ્ટડીઝમાં ચીન દક્ષિણ એશિયા સહયોસ સંશોધન સેંટરના મહાસચિવ લિયુ જોગયીના હવાલાથી ગ્લોબલ ટાઇમ્સે લખ્યું કે, જ્યાં સુધી અમેરિકાનો સવાલ છે, જો તેઓ ભારતને પોતાની સાથે જોડવા માંગે છે તો તેને તેવુંજ કરવું પડશે જે ભારત ઇચ્છે છે. બીજી તરફ આ પહેલ દ્વારા અમેરિકા ભારતને પોતાના પાક્કા મિત્રની જેમ જ રજુ થવાના પ્રયાસો કરી રહ્યા છે. જેના કારણે ભારત સપ્લાઇ ચેનમાં ચીનનો વિકલ્પ બનીને ઉભરી શકે.
ભારતીય વાયુસેનામાં 70 ટકા ઉપકરણો રશિયન છે
અખબારના અનુસાર અમેરિકા-ભારત વચ્ચે આ સંરક્ષણ પહેલથી સ્પષ્ટ છે કે, બંન્ને ભારતને હથિયાર માટે રશિયા પર પોતાની નિર્ભરતાથી છુટકારો મેળવતા જોવા ઇચ્છે છે. ભારતીય વાયુસેનામાં 70 ટકા ઉપકરણ રશિયાના છે. ભારત પોતાના હથિયાર અને ઉપકરણોમાં વિવિધતા લાવવા અને આ ક્ષેત્રમાં પોતાના ઉત્પાદનની ક્ષમતાને વધારવાના પ્રયાસો કરી રહ્યા છે. અમેરિકા-યુક્રેન-રશિયા યુદ્ધમાં ભારતની નિષ્પક્ષતા રીતે જુએ છે. ભારતને કોઇ પણ પ્રકારે રશિયાને દુર કરવા પોતાની તરફ લાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. હથિયારો માટે ભારતની રશિયા પર નિર્ભરતાને દરેક સ્થિતિમાં ઘટાડવાની ફિરાકમાં છે.
ADVERTISEMENT