અમદાવાદ: ભર ઉનાળે વરસાદ ઘમરોળી રહ્યો ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સતત કમોસમી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આ દરમિયાન હવે હવામાન વિભાગે વધુ એક વખત વરસાદની આગાહી કરી છે. 29 માર્ચના રોજ ફરી રાજ્યમાં ફરી માવઠાની શક્યતા છે.
ADVERTISEMENT
રાજ્યમાં સતત કમોસમી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આવામાં ગુજરાતના હવામાનને લઇને વધુ એક આગાહી સામે આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા 29 માર્ચના રોજ ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થશે સક્રિય
ભર ઉનાળે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતોની હાલત કફોડી બની છે. આ દરમિયાન હજુ એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન હજુ આવી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં 29 માર્ચે વરસાદી માહોલ સર્જાઈ શકે છે. 29 માર્ચથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં અમદાવાદ સહિત રાજ્યમાં તોફાની પવન સાથે માવઠું થવાની આગાહી છે. તો આગામી ચાર દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પારો 3થી 5 ડિગ્રી વધી શકે છે.
ખેડૂતોની હાલત કફોડી
આ વર્ષે વરસાદ સતત વરસી રહ્યો છે ત્યારે માવઠાને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવી રહ્યો છે. જીરુ, ઘઉ, ઘાણા, ચણા અને કેરીના પાકને ભારે નુકશાન થયું છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT