પાટણ : રખડતા ઢોર હવે ગુજરાતની જનતાને માથે લખાયેલું એક એવું મોત છે જેનો કોઇ ઉકેલ શક્ય નથી. સરકાર પહેલા પોતાની વોટબેંકની રાજનીતિમાં વ્યસ્ત જ્યારે હવે 156 સીટ આવી જવાના કારણે પોતાના મદમાં તલ્લીન છે. સામાન્ય જનતા રોજેરોજની હાડમારીમાં પહેલા પણ પિસાતી હતી અને હજી પણ પિસાઇ જ રહી છે.
ADVERTISEMENT
પાટણમાં 3 ફેબ્રુઆરીના દિવસે રખડતા ઢોરે લીધો હતો એકનો ભોગ
પાટણમાં 3 ફેબ્રુઆરીના દિવસે રખડતા ઢોરે એક વૃદ્ધાને અડફેટે લીધા હતા. ત્યાર બાદ તેમને તત્કાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની છેલ્લા બે દિવસથી સધન સારવાર ચાલી રહી હતી. જો કે આજે તેમણે સારવાર દરમિયાન આજે અંતિમ શ્વાસ લીધા હતા.
સરકાર જેટલા જ જવાબદાર ગાયને દોહીને રખડતી મુકી દેનારા લોકો
પરિવારમાં સરકાર અને તંત્ર સામે તો રોષ છે જ સાથે સાથે તે સમગ્ર સમાજ વિરુદ્ધ પણ રોષ છે જે આ પ્રકારે ગાયને દોહીને છોડી મુકે છે. ગાયને વાછરડુ આવે તેવી સ્થિતિમાં વાછરડાને રખડતો મુકી દે છે. જ્યારે કોઇ કાયદો આવે ત્યારે પોતે માલધારી હોવાનો ડોળ કરીને પોતે હિંદુ ધર્મની માતાની સુરક્ષા કરી રહ્યા હોવાનો આડંબર કરે છે. આવા લોકો ગૌમાતાની સેવાના બહાને સમગ્ર શહેરનો એઠવાડો ગૌમાતાને ખવડાવીને તેના દુધનો બારોબાર વ્યાપાર કરે છે. માતાનું સ્પષ્ટ રીતે દોહન કરતા હોય છે અને સમય આવ્યે આડંબર કરતા હોય છે.
ADVERTISEMENT