શાર્દૂલ ગજજર, ગોધરા: રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન ક્યારેક ક્રિકેટ રમતા તો ક્યારેક બાઇક પર અથવા તો કારમાં હાર્ટ એટેક આવવાના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન આજે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગોધરામાં આવેલ ઇદગાહ મસ્જિદમાં નમાજ઼ અદા કરાવી રહેલા મોલાનાનું હાર્ટ એટેકથી અવસાન થયું છે.
ADVERTISEMENT
રમઝાનનો મહિનો અલ્લાહની ઈબાદતનો મહિનો માનવામાં આવે છે. રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરો કઠિન રોઝા રાખીને અલ્લાહની ઈબાદત અને બંદગી કરે છે. રમઝાન ઈદની પંચમહાલ જિલ્લા સહિત રાજ્યભરમાં હર્ષો ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગોધરામાં ઇડનો તહેવાર માતમમાં ફેરવાયો છે.
તહેવાર માતમમાં ફેરવાયો
ગોધરા શહેરના ગોન્દ્રા વિસ્તારમાં આવેલા ઇદગાહ મસ્જિદમાં ઈદની વિશેષ નમાજ઼ ગોધરાના અબ્રારાર મસ્જિદના ઈમામ મોલાના મુફ્તી ઈદ્રીસ હાજીયા દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થયેલા મુસ્લિમ બિરાદરોને નમાજ અદા કરાવી રહ્યા હતા. ઇદની નમાજ઼ અદા કરાવ્યા બાદ મોલાના મુફ્તી ઈદ્રીસ હાજીયાને અચાનક હાર્ટ એટેકનો હુમલો થતા તેમનું ઇદગાની અંદર દુઃખદ અવસાન થયું હતું. જેથી હજારોની સંખ્યામાં નમાજ઼ અદા કરવા માટે આવેલા મુસ્લિમ બિરાદરોની ઇદની આનંદની લાગણી શોકમાં પલટાઇ ગઇ હતી.
આ પણ વાંચો: IPL 2023: ખેલાડીઓની સુરક્ષામાં મોટી ચૂક, કોહલી જ્યાં રોકાયો હતો તે હોટલમાંથી 3 હિસ્ટ્રીશીટરો ઝડપાયા
રાજ્યભરમાં એક બાદ એક આ પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક હાર્ટ એટેક નો કિસ્સો સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે. ક્યારેક ક્રિકેટ રમતા રમતા હાર્ટ એટેક આવ્યા છે. તો ક્યારેક બાઇક પર એટેક આવ્યા છે. પરંતુ આ ઘટનામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. જે ચિંતાનો વિષય છે.
ADVERTISEMENT