અમરેલી, ડાંગ: આજે રાજ્યભરમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા ચાલી રહી છે. આ દરમિયાન ઉમેદવારોને પોતાના વિસ્તારથી અન્ય વિસ્તારમાં પરીક્ષા કેન્દ્રો આવ્યા છે. ત્યારે આજે 9.58 લાખ ઉમેદવારો પરીક્ષા આપવા જઈ રહ્યા છે. આ દરમિયાન અનેક વિધ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે અમરેલીના ખાંભાના નાની ધારી નજીક બંધ પડેલા ટ્રકને કારણે 11 પરીક્ષાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે પોલીસ દેવદૂત બની પહોંચી અને 60 કિલોમીટર જેટલા દૂરના અંતરે 11 વિધ્યાર્થીઓને પહોંચાડ્યા. ત્યારે ડાંગમાં પણ વિધ્યાર્થીનીને પોલીસે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડયા હતા.
ADVERTISEMENT
જુનિયર ક્લાર્કની પરીક્ષાઓ મુદ્દે અમરેલી પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. ખાંભાના નાની ધારી નજીક બંધ પડેલા ટ્રકને કારણે 11 પરીક્ષાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. એસટી બસમાં આવતા પરીક્ષાર્થીઓ બંધ પડેલા ટ્રકને કારણે રસ્તો બ્લોક થતાં ઉમેદવારોને પરીક્ષાકેન્દ્ર પર પહોંચવાની સમસ્યા ઊભી થઈ હતી. આ સમય દરમિયાન પોલીસ દેવદૂત બની આ સ્થળે પહોંચી. અને કોડીનાર કૃષ્ણ નગર એસટી બસના પરીક્ષાર્થીઓને પોલીસ ગાડીમાં પોલીસ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચતા કર્યા.
આ પણ વાંચો: લુણાવાડામાં બેઠા બેઠા મોલવીએ છત્તીસગઢમાં કર્યું ફ્રોડ, પોલીસ ગુજરાત આવી ઉઠાવી ગઈ
પોલીસની કામગીરીની થઈ પ્રશંસા
ગીર સોમનાથ જિલ્લાના 11 પરીક્ષાર્થીઓ માટે પોલીસ દેવદૂત સાબિત થઈ. ખાંભાથી 60 કિલોમીટર દૂર અમરેલી સુધી પરીક્ષાર્થીઓને ખાંભા પોલીસ મૂકવા પહોચી હતી. 11 વિદ્યાર્થીઓની પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચતા વિદ્યાર્થીઓ ગળગળા થયા હતા. ત્યારે બીજી તરફ ડાંગમાં પણ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. વલસાડ જિલ્લાના ગુંદલાવ થી ડાંગ જિલ્લામાં આવેલ પરિક્ષાર્થી અટવાઈ પડતા પોલીસ મદદરૂપ બની, એકજ નામની સ્કૂલને કારણે પરિક્ષાર્થી અટવાઈ પડી હતી. પરીક્ષાર્થી નું સેન્ટર સાપુતારા માલેગાંવ એકલવ્ય સ્કૂલ છે, જ્યારે પરિક્ષાર્થી આહવા એકલવ્ય સ્કૂલ ખાતે પહોંચી ગઈ હતી. પરિક્ષાર્થીનીને આહવાથી સાપુતારા માલેગાંવ 35 કિમિ સુધી પોલીસ વાહન માં મુકવાની વ્યવસ્થા કરવામાં આવી. પોલીસની કામગીરી અંગેનો પરીક્ષાર્થી નો વિડિઓ વાયરલ થયો છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT