અમદાવાદ : અંબાજી મંદિરમાં ચોથી માર્ચથી મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવ્યો ત્યારથી જ સમગ્ર મામલો ખુબ જ વિવાદિત બન્યો છે. સરકારના આદેશ બાદ લેવાયેલા નિર્ણયના કારણે આસ્થાળુઓની લાગણીને હાની પહોંચી છે. મોહનથાળના પ્રસાદને જ યથાવત્ત રાખવા માટે રાજ્યના અલગ અલગ સ્થલો પર આંદોલનો શરૂ થયો છે. વિહિપ પણ આંદોલનમાં ઝંપલાવ્યું છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આંદોલનને આગળ નહી વધારવા માટે વીએચપીના આગેવાનો પર દબાણ બનાવવાનું શરૂ કર્યું હતું. જો કે VHP ના ક્ષેત્રીય મંત્રી અશોક રાવલે વળતો જવાબ આપતા ગૃહમંત્રી સંઘવીએ કહ્યું કે, તમે જૈન છો તો પહેલા મહુડીઓ પારંપરિક સુખડીનો પ્રસાદ બદલીને ચિક્કી કરી દો. સુખડી પણ બગડે છે તેના કરતા ચિક્કી હોય તો સુકી રીતે બગડે નહી. દેશ વિદેશ ખાતે મોકલી શકાય. જ્યાં સુધી અંબાજીમાં ફરી એકવાર પારંપારિક રીતે મોહનથાળ શરૂ ન થાય ત્યાં સુધી આંદોલન યથાવત્ત રહેશે.
ADVERTISEMENT
વીહીપના આગેવાનોને એક કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ કરી હતી અપીલ
અત્રે ઉલ્લેખનીય છે કે, હર્ષ સંઘવીએ વીએચપીના આગેવાનો સાથે એક કાર્યક્રમ દરમિયાન મુલાકાત થઇ હતી. જ્યાં હર્ષ સંઘવીએ વીહીપના આગેવાનોને આ આંદોલન સમેટી લેવા માટે અપીલ કરી હતી. વીહીપના ક્ષેત્રીય મંત્રી અશોક રાવલે કહ્યું કે, પ્રસાદ મુદ્દે સરકાર કોઇ પણ મુદ્દે સ્પષ્ટ નથી. જવાબદાર મંત્રી જાહેરમાં આવીને નિવેદન કરે છે કે, મોહનથાળ તો કોઇ પણ સંજોગોમાં શરૂ કરાવીને જ રહીશું. આ નિવેદન બિલકુલ અયોગ્ય છે. ગૃહમંત્રી અયોગ્ય છે. ગૃહમંત્રીએ આંદોલન અટકાવતા કહ્યું કે, વીહીપ સરકાર અથવા કોઇ પણ મંત્રી પર ભરોસો નથી. જ્યાં સુધી નિર્ણય નહી પ્રસાદ શરૂ નહી થાય ત્યાં સુધી આંદોલન યથાવત્ત રહેશે.
વીહીપ ઉપરાંત ભક્તો અને અંબાજીના રાજવી પરિવારે પણ કર્યો છે વિરોધ
બીજી તરફ અંબાજીના રાજવી પરિવાર અને ભક્તોએ પણ રણશિંગુ ફૂંક્યું છે. ભક્તોએ પોતે હવે મોહનથાળનો પ્રસાદ વહેંચવાનું શરૂ કર્યું છે. પરંપરાગત રીતે ચાલી રહેલા પ્રસાદને આ પ્રકારે અટકાવી શકાય નહી. સરકાર મનફાવે તે પ્રકારે નિર્ણયો લે અને કોઇની પણ લાગણીને ઠેસ પહોંચાડવાનો હક્ક સરકારને નથી. જેથી સરકારે ભક્તોની લાગણીને ધ્યાને રાખીને નિર્ણય ફરી એકવાર શરૂ કરવો જોઇએ. જો નહી કરે તો અમે કોર્ટથી માંડીને તમામ પ્રકારે સરકારના નિર્ણયોને પડકારીશું. ત્યાં સુધી અમે પ્રતિકાત્મક વિરોધ કરીને મોહનથાળ બનાવીને ભક્તોને નિશુલ્ક પહોંચાડીશું.
ADVERTISEMENT