બાબા સાહેબના જન્મ દિવસે નાત-જાત ભુલીને એક થઇ દેશને આગળ વધારવાની કસમ લઇએ: મોહન ભાગવત

અમદાવાદ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહનભાગવત બે દિવસના ગુજરાત પ્રવાસે છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનું સમાજશક્તિ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં…

gujarattak
follow google news

અમદાવાદ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહનભાગવત બે દિવસના ગુજરાત પ્રવાસે છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનું સમાજશક્તિ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આરએસએસ મોહનભાગવત પોતાનું વક્તવ્ય આપી રહ્યા છે. તેમણે બાબા સાહેબ આંબેડકરને યાદ કરતા કહ્યું કે, દેશમાં ભેદ સમાપ્ત થઇ જાય સારી સંપત્તી અને પ્રતિભા જેમણે લગાવી તેમનું અનુસરણ કરવું જોઇએ. દર મહિનાની 14 તારીખે પરિવર્તનની તારીખ હોય છે. એક રાશીમાંથી બીજી રાશીમાં સુર્ય જાય છે. આપણા દેશને સામર્થ્ય સંપન્ન અને વિશ્વને માર્ગદર્શન આપતું મહાન કાર્ય કદમ આગળ વધે તે 14 એપ્રીલે થાય.

મોહન ભાગવતે કહ્યું, ડો. આંબેડકરના જન્મ દિવસે એક ઘટના બની તેના તરફ આપણે ધ્યાન આપ્યું નથી. પરિવર્તન આવવું જોઇતું હતું તે હજી સુધી આવ્યું નથી. આપણે આગળ વધવાનું છે. દેશ વિદેશ નહી ભારતને જ અદમ્ય બનાવવાનું છે. એક મુઠ્ઠીભર લોકો આપણા પર સેંકડો વર્ષો સુધી રાજ કરીને ગયા.

સમાજનો ભેદભાવ ખતમ કરવા કહ્યું
તેમણે બાબા સાહેબના વિચારો વ્યક્ત કરતા કહ્યું, આપણા દેશના કોઈ બહારની શક્તિએ પોતાની તાકાતના કારણે નથી જીત્યો. અંદરો અંદરના ભેદો અને લડાઈના કારણે આપણે પોતાનો દેશ તેમને ચાંદીની થાળીમાં આપી દીધો. નહીંતર કોઈની હિંમત નહોતી કે આપણી સ્વતંત્રતા છીનવી લે. આપણે ધ્યાન રાખવું પડશે તે મતભેદોથી ઉપર આપણે બધાએ એક રહેવાનું છે. દેશમાં રાજકીય અને આર્થિક સ્વતંત્રતા સામાજિક સમતા વગર નહીં આવે. આ માટે સમાજના ભેદભાવોને આપણે ખતમ કરવા પડશે.

‘વ્યક્તિ, સમાજ કે અવતારથી દેશ મોટો નહીં થાય’
તેમણે આગળ કહ્યું કે, દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધી રહી છે, પરંતુ કામ આગળ વધારવું પડશે. દેશ સામે કેટલાક પડકારો છે પરંતુ શક્તિ સંપન્ન અને ગુણ સંપન્ન અને એકતાયુક્ત અને શોષણમુક્ત સમાજ જોઈએ. સમાજને ઘડવાનું કામ કરવું પડશે. દેશને મોટો કરવા માટે એક માત્ર કસરત સંઘની શાખા છે. દેશમાં સંઘની શાખાઓ ચાલે છે. કાશ્મીરથી કન્યાકુમારી અને મિઝોરમથી કચ્છ સુધી સંઘ ફેલાયો છે. આપણે જાતે કામ કરવું પડશે. સમાજને બળવાન બનવું જોઈએ. કોઈ વ્યક્તિ કે પાર્ટી કે અવતાર દેશને મોટો નથી કરી શકતો.

    follow whatsapp