નવી દિલ્હી : બિલકિસ બાનો મુદ્દે 11 દોષીતોની મુક્તિ મુદ્દે ગુજરાત સરકારે હલફનામું દાખલ કર્યું હતું. સુપ્રીમ કોર્ટમાં હલફનામું દાખલ કરવામાં સરકારે દોષીતોની મુક્તિને કાયદા અનુસાર યોગ્ય હોવાનું જણાવીને નિયમો અનુસાર જ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. તેમની સજા પહેલા મુક્તિને યોગ્ય ઠેરવી હતી. દોષીતોની મુક્તિ મુદ્દે કેન્દ્ર સરકાર પાસેથી પણ મંજૂરી લેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના 13 મેના આદેશ અનુસાર 1992 ની પોલીસી હેઠળ જ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
ADVERTISEMENT
ગુજરાત સરકારે હલફનામું દાખલ કર્યું
ગુજરાત સરકાર દ્વારા અરજદાર (સુભાષિની અલી, મહુઆ મોઇત્રા) દ્વારા અરજી દાખલ કરવા અંગે સવાલ ઉઠાવ્યા હતા. હલફનામામાં કહેવામાં આવ્યું કે, ક્ષમાદાનને પડકાર ફેંકવો જનહિત અરજીના અધિકાર ક્ષેત્રમાં નથી આવતું. અરજદારોએ અધિકારોનો દુરૂપયોગ કર્યો હોવાનું પણ જણાવ્યું હતું.
ગુજરાત સરકારે કરેલી કાર્યવાહી સંપુર્ણ ન્યાયસંગત
ગુજરાત સરકારે કહ્યું કે, તમામ દોષીતોને બોર્ડમાં રહેલા તમામ વ્યક્તિઓના મંતવ્યોના આધારે મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. તેમાં સજા દરમિયાન દોષિતોના વ્યવહાર અંગે પણ વિચાર કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે તમામના ઓપીનિયર અંગે વિચાર કર્યો અને 11 કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય કર્યો કારણ કે દોષીતોએ જેલમાં 14 વર્ષ અને તેનાથી વધારેની સજા પુર્ણ કરી લીધી હતી. તેમનો વ્યવહાર સારો જોવા મળ્યો હતો.
1992 ની નીતિ અનુસાર તમામ દોષીતોને મુક્ત કર્યા
રાજ્ય સરકારની મંજૂરી બાદ 10 ઓગસ્ટ 2022 ના રોજ દોષીતોને મુક્ત કરવાના આદેશ અપાયો હતો. આ મુદ્દે રાજ્ય સરકારે આ કોર્ટ દ્વારા નિર્દોશિત 1992 ની નીતિ હેઠળ પ્રસ્તાવો અંગે પણ વિચાર કર્યો છે. આ મુક્તિના નિયમ અનુસાર થયેલી અરજદારોનું તે કહેવું અયોગ્ય છે કે, આ લોકોને આઝાદીનો અમૃત મહોત્સવના પ્રસંગે સજામાં છુટ આપવામાં આવી હતી. કાલે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે સુનાવણી થવાની છે.
ADVERTISEMENT