અમદાવાદ: રાજ્યમાં હોળી- ધૂળેટી પર્વ નજીક આવી રહ્યું છે. ત્યારે આ પર્વની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ દરમિયાન પર્વ પર અનઇચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ તંત્ર એક્શનમોડ પર જોવા મળી રહ્યું છે. ત્યારે હવે પોલીસ તંત્ર કિન્નરો પર પણ હવે બાજ નઝર રાખશે. કિન્નરોના ગ્રુપ દ્વારા બળજબરી પૂર્વક લોકો પાસેથી રૂપિયા ઉઘરાવતા હોવાના પણ ઘણા કિસ્સા સામે આવતા હોય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બળજબરી પૂર્વક તહેવારના નામે રૂપિયાની ઉઘરાણી કરતા કિન્નરોના જૂથો સામે કડક પગલા ભરવા પોલીસ ડિપાર્ટમેન્ટે આદેશ આપવામાં આવ્યા છે.
ADVERTISEMENT
એક તરફ તહેવારોની મોસમ જામી છે ત્યારે તહેવારો પર શુકનના નામે કિન્નરો દ્વારા રૂપિયા પણ ઉઘરાવતા હોય છે. પરંતુ સ્થિતિ ત્યારે કથળે જ્યારે આવા 2 જૂથો વચ્ચે વિસ્તાર અને હદને લઈને અથડામણ થાય. પોલીસે આને ટાળવા માટે તખ્તો તૈયાર કરી દીધો છે. કિન્નરો સામે પગલાં લેવાનું પણ શરૂ કરી દીધું છે. ત્યારે આ મામલો પોલીસની શી ટીમ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. શી ટીમની સાથે અન્ય પોલીસની ટીમને પણ તહેવાર દરમિયાન તૈનાત કરી દેવામાં આવી છે.
પોલીસ તંત્ર એક્શન મોડમાં
પોલીસ ડિપાર્ટમેન્ટે અગાઉ જે જે સ્થળોએ કિન્નરોના રૂપિયા ઉઘરાણી સહિતના કિસ્સા બન્યા હોય ત્યાં પોતાની ટીમ ઉતારી દીધી છે. અહીં પોલીસ બંદોબસ્ત એટલો ચુસ્ત કરી દેવાયો છે કે કોઈપણ પ્રકારની જો આવી ઘટના ઘટે તો એની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: વ્યાજખોરોનો આતંક યથાવત, રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ મોતને વ્હાલું કર્યું
રાજ્યભરમાં કિન્નરો વિવિધ પ્રસંગોને લઈ પૈસા ઉઘરાવવા પહોંચી જાય છે. ત્યારે લગ્ન હોય કે બાળકનો જન્મ કે પછી કોઈ અન્ય પ્રસંગ કિન્નરો આવી અને બળજબરી પૂર્વક ઉઘરાવતા જોવા મળી રહે છે. ત્યારે તહેવારોમાં આ પ્રમાણે રૂપિયાની ઉઘરાણી સમયે મોટી રકમ પણ મળતી આવે છે. ત્યારે કિન્નરોના આવા સમૂહો એકબીજા સાથે વિસ્તારના વિવાદને લઈને ઝઘડી પણ શકે છે. ત્યારે તહેવાર પર કોઈ અણબનાવ ન બને તે માટે અમદાવાદમાં પોલીસ તંત્ર એક્શન મોડપર જોવા મળી રહ્યું છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT