સુરેન્દ્રનગર: ગુજરાતમાં વરસાદનું વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. જેમાં અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ઘબડાટી બોલાવી છે. સુરેન્દ્રનગરના લખતરમાં પણ ભારે વરસાદના પગલે પાણીની આવક થઈ હતી. લખતર નજીક આડેસર અને લીલાપુર ગામ વચ્ચેના રેલવે ટ્રેકનો અંડરપાસ કોઝવે વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. પાણી ભરાતા રસ્તો બંધ થઈ ગયો, પરિણામે 108 એમ્બ્યુલન્સ ન નીકળી શકતા મહિલા દર્દીનું મોત થયું હતું.
ADVERTISEMENT
રેલવે ટ્રેક પરનો અંડરપાસ પાણી ભરાતા બંધ
લખતર નજીક આડેસર અને લીલાપુર ગામ વચ્ચેના રેલ્વે ટ્રેક પર આવેલા અંડરપાસ કોઝેવમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે ચાર ગામોનો રસ્તો બંધ થઈ જતા 108 એમ્બ્યુલન્સ અટવાઈ હતી. પરિણામે 108 સારવાર સમયસર ન પહોંચી શકતા સારવારના અભાવે 60 વર્ષના વૃદ્ધાનું મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે.
બેભાન થયેલા વૃદ્ધા મોતને ભેટ્યા
લીલાપુર ગામના 60 વર્ષના મંજુલાબેન ડાયાબિટિસની બીમારીથી પીડાતા હતા. અચાનક ડાયાબિટિસ વધી જતા તેઓ બેભાન થઈ ગયા હતા, આથી 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. પરંતુ અંડર બ્રિજમાં પાણી ભરાયું હોવાના કારણે 108 એમ્બ્યુલન્સ સમયસર લીલાપુરમાં પહોંચી શકી નહોતી.
ADVERTISEMENT