Old Pension scheme: જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે ગાંધી ચિધ્યા માર્ગે ગાંધી જયંતીના દિવસે આંદોલન

Old Pension scheme: જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે તથા અગાઉના વર્ષોમાં સરકાર સાથે થયેલ સમાધાનમાં સ્વીકારવામાં આવેલા મુદ્દાઓના બાકી રહેલા ઠરાવો તાત્કાલિક ધોરણે થવા…

gujarattak
follow google news

Old Pension scheme: જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે તથા અગાઉના વર્ષોમાં સરકાર સાથે થયેલ સમાધાનમાં સ્વીકારવામાં આવેલા મુદ્દાઓના બાકી રહેલા ઠરાવો તાત્કાલિક ધોરણે થવા માટે તથા અન્ય પડતર પ્રશ્નોના હકારાત્મક ઉકેલ માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત, ભારતીય મજદૂર સંઘ ગુજરાત, આશ્રમશાળા કર્મચારી મહાસંઘ ગુજરાત માધ્યમિક સંવર્ગ અને અન્ય સંગઠનોથી બનેલા સંયુક્ત મોરચા ગુજરાત દ્વારા આપવામાં આવેલા તબક્કાવાર આંદોલન કાર્યક્રમનાં ભાગરૂપે સમગ્ર રાજ્યમાં એક જ દિવસે જિલ્લા કક્ષાએ શાંતિપૂર્ણ રેલી સ્વરૂપે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી માતૃભૂમિની માટીનું તિલક કરવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો.

‘સંગઠન લડત શરૂ રાખશે’

જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જિ.મહીસાગર, પ્રાથમિક શૈ. મહાસંઘ મહીસાગર, આચાર્ય સંવર્ગ મહીસાગર, માધ્યમિક સંવર્ગ તેમજ સંયુક્ત મોરચો મહીસાગરના તમામ સાથી સંગઠન મંડળો દ્વારા મહારેલી યોજી વિવિધ કાર્યક્રમો આપવામાં આવ્યા હતા. જેમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત મહામંત્રી અનિરુદ્ધસિંહ સોલંકી વિશેષ હાજરી આપી તેમણે જૂની પેન્શન યોજના અને પડતર પ્રશ્નોનાં નિરાકરણ માટે શિક્ષક સહિત સર્વે કર્મચારીઓને આશ્વસ્ત કર્યાં હતા. તેમજ જણાવ્યું કે 2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાનો બાકી ઠરાવ તાત્કાલિક કરાવવા અને 2005 પછી ભરતી થયેલા કર્મચારીઓ માટે આ પવિત્ર સંગઠન લડત શરૂ રાખશે. જે અંતર્ગત આવતીકાલથી રાજ્યના તમામ ધારાસભ્ય, સાંસદ સભ્ય, જિલ્લા પ્રમુખ, પાર્ટી પ્રમુખને પોતાના લેટર પેડ પર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, સંયુક્ત મોરચાના કાર્યકરો માતૃશક્તિને સાથે રાખી આવેદન પત્ર આપવા જશે જેના આધારે મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવશે. તેમજ જરૂર પડી તો આગામી સમયમાં ગાંધીનગર કક્ષાએ વિવિધ રચનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે.

Mehsana News: બહુચર્ચિત લૂંટ પ્રકરણની અસર, પોલીસની નિષ્ક્રિયતા સામે જોટાણાના બજારો બંધ

આજના કાર્યક્રમમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી, પવિત્ર માટીનું તિલક કરી, પવિત્ર માટીને હાથમાં લઇ અને આંદોલનને વેગ આપવા માટે પ્રતિજ્ઞા લીધી તથા સુત્રાત્મક રેલીનું આયોજન કરેવામાં આવ્યું હતું. સાથે સાથે તમામ કર્મચારીઓએ ગાંધીજીને જન્મ જયંતી નિમિત્તે નિશ્ચિત કરેલ રૂટ મુજબ લુણાવાડા નગરમાં સફાઈ અભિયાનનું રચનાત્મક કાર્ય કર્યું હતું. આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લાના શિક્ષક બંધુ, ભગીનીઓ તથા અન્ય વિભાગના સર્વે કર્મચારીઓએ બહોળી માત્રામાં હાજર રહી કાર્યક્રમને દીપાવ્યો હતો.

આ કાર્યક્રમની સફળતા માટે જિલ્લા પ્રાથમિક શૈ.મહાસંઘના અઘ્યક્ષ લક્ષ્મણસિંહ પટેલીયા મહામંત્રી પટેલ પ્રદીપભાઈ, સંગઠન મંત્રી પ્રભાતસિંહ પરમાર, રાજ્ય પ્રતિનિધિ પટેલ પરેશભાઈ, માધ્યમિક સંપર્કના પી કે બારીયા, મહામંત્રી રાજુભાઈ જોષી, આચાર્ય સંવર્ગના અધ્યક્ષ સંજયભાઈ પટેલ, જિલ્લાના તમામ તાલુકાના અધ્યક્ષ, મહામંત્રી અને પૂરી ટીમ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની જિલ્લા કારોબારી તેમજ સર્વે તાલુકા કારોબારીઓએ જહેમત ઉઠાવી હતી. સર્વે શિક્ષક સહિત કર્મચારી તરફથી મળેલા સંપૂર્ણ સાથ સહકાર અને સહયોગ બદલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહીસાગર આભાર વ્યક્ત કર્યો હતો.

    follow whatsapp