Vadodara News: વડોદરા શહેરમાં ચોરીની આશંકાએ માનવતાને ભૂલીને વૃદ્ધને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેનો હચમચાવી નાખે એવો વીડિયો પણ સામે આવ્યો છે. જેને જોઈને તમને પણ વૃદ્ધ પર દયા આવી જશે. ત્યારે હવે સવાલ એ થાય છે કે ફક્ત ચોરીની આશંકાએ કોઈ વૃદ્ધ વ્યક્તિને આ પ્રકારે માર મારવો કેટલો યોગ્ય છે?
ADVERTISEMENT
ચોરીની આશંકાએ વૃદ્ધ પર હુમલો
મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે ચોરીની આશંકાએ બે યુવકોએ પાઈપથી વૃદ્ધ પર હુમલો કર્યો હતો. અહીં સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે આ તમાશો જોવા માટે લોકોનું ટોળું એકઠું થયું હતું, તેમાંથી એક પણ વ્યક્તિ વૃદ્ધને બચાવવા માટે આગળ આવ્યો નહોતો. તમામ લોકો વૃદ્ધને બચાવવાને બદલે માત્ર તમાશો જોવામાં મશગુલ હતા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
પોલીસે હાથ ધરી હતી કાર્યવાહી
વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બે યુવકો બેરહમીપૂર્વક વૃદ્ધને માર મારી રહ્યા છે. આ વીડિયો જોઈને તમારા હાથના રુંવાડા પણ ઉભા થઈ જશે. આ મામલે માંજલપુર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી વૃદ્ધને પોલીસ મથકે લઈ ગઈ હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ADVERTISEMENT