અધિકારીઓને કોઇ ફરક જ નથી પડતો, સંદીપ કુમાર હસતા મોઢે આવીને ઉપકાર વચન બાદ ચાલતી પકડી

ગાંધીનગર : ગુજરાતમાં આજે સૌથી વધારે ચર્ચામાં રહેલો મુદ્દે જુનિયર ક્લાર્કનું પેપર ફુટ્યાનો રહ્યો હતો. 9.50 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ રઝળી પડ્યા હતા. અચાનક સરકાર…

gujarattak
follow google news

ગાંધીનગર : ગુજરાતમાં આજે સૌથી વધારે ચર્ચામાં રહેલો મુદ્દે જુનિયર ક્લાર્કનું પેપર ફુટ્યાનો રહ્યો હતો. 9.50 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ રઝળી પડ્યા હતા. અચાનક સરકાર દ્વારા પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી અને જાણે ગુજરાતમાં અસ્થિરતા સર્જાઇ. બસ સ્ટેન્ડો અને શાળાઓની બહાર વિદ્યાર્થીઓનાં ધાડેધાડા એકત્ર થવા લાગ્યા.

જો કે આ ઘટના પર સરકાર કે તેના કોઇ મંત્રી મલમ લગાડવા માટે જમીની સ્તર પર પહોંચ્યા નહોતા. મોડે મોડે 3 વાગ્યે પંચાયત પસંદગી મંડળ બોર્ડના ચેરમેન સંદીપ કુમાર મોડે મોડે આવ્યા હતા. મફત અનાજની જાહેરાત કરવા આવ્યા હોય તેમ આવીને વિદ્યાર્થીઓ મફત મુસાફરી કરી શકશે, 100 દિવસમાં નવી તારીખ જાહેર થશે અને બોર્ડ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે તેવી જાહેરાત કરીને ચાલતી પકડી હતી.

આટલી મોટી અને દુખદ ઘટના બની જેના કારણે લાખો લોકોને સીધી અસર પડી છે તેનો મલાલ તેમના ચહેરા પર જરા પણ જોવા મળ્યો નહોતો. મંદ મંદ સ્મિત સાથે આવીને 2 મિનિટનું ઉપકારવચન કરીને ચાલતી પકડી હતી. પત્રકારોના સવાલના જવાબ આપવાનું પણ ટાળ્યું હતું. વિદ્યાર્થીઓ અને વાલીઓને જે સમસ્યાનો સામનો કરવો પડ્યો તે બદલ કોઇ દિલગીરી કે દિલાસોજી પણ વ્યક્ત કરવામાં આવી નથી. સરકાર તરફથી પણ કોઇ પણ પ્રકારની સ્પષ્ટતા કે દિલગીરી કંઇ પણ વ્યક્ત કરવામાં આવી નથી. સરકાર હાથપગ બાંધીને ચુપચાપ બેઠી છે. તમાશો જોઇ રહી છે.

    follow whatsapp