વિરેન જોષી મહીસાગર: મહીસાગર જિલ્લામાં અધિકારીઓ બેફામ બન્યા છે. લુણાવાડા ખનીજ અધિકારીની દાદાગીરી સામે આવી છે. ત્રણ દિવસથી મોટા પાયે થયેલા માટી ખનન મામલે કોઈજ કાર્યવાહી ન થતાં ધારાસભ્યએ સ્થળની વિઝીટ કરી હતી. સ્થળ પર પહોંચી ધારાસભ્યએ ખનીજ અધિકારીને ફોન કર્યો હતો. જેમાં અધિકારીએ ધારાસભ્યની ગરિમા જાળવ્યા વગર બીભસ્ત ગાળો ભાંડી છે.
ADVERTISEMENT
મહીસાગર જિલ્લામાં અધિકારી રાજનો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા કેટલાય દિવસથી થઈ રહેલા માટી ખનન સ્થળે ભાજપના ધારાસભ્ય જીજ્ઞેશ સેવક પહોંચ્યા હતા. મોટા પાયે થયેલા માટી ખનનમાં ભીનું ન સંકેલાય તેને લઈ ધારાસભ્યએ સાઈટ વિઝીટ કરી હતી. આ મામલે અધિકારી પાસે માહિતી લેવા માટે ફોન કર્યો હતો. મહીસાગર જિલ્લાના ખનીજ અધિકારી એમ.એચ.શેખ ભાન ભૂલ્યા હતા અને ધારાસભ્યની ગરિમા જળવ્યા વગર અભદ્ર ભાષા માં કરી ટેલિફોનિક વાત. સત્તાધારી પક્ષના ધારાસભ્ય સાથે ખનીજ અધિકારીએ અસભ્ય વર્તન કર્યું અને ફોન પર બીભત્સ આપી ગાળો આપી હતી.
છેલ્લા થોડા સમયથી થઈ રહેલ ખનીજ ચોરીને લઈને સત્તાધારીપક્ષ ભાજપના ધારાસભ્ય જીજ્ઞેશ સેવક સ્થળ પર પહોંચ્યા હતા. આ સ્થળ પર હાજર 50થી પણ વધુ લોકોની હાજરીમાં ધારાસભ્ય જીજ્ઞેશ સેવકે મહીસાગર જિલ્લાના ખનીજ અધિકારી એમ.એચ.શેખને ફોન લગાવ્યો હતો. ધારાસભ્યની સાઈટ વિઝીટને લઈ ખનીજ અધિકારી આગબબુલા થઈ ટેલિફોન પર ગાળો આપી હતી.ખનીજ અધિકારી બીભત્સ ગાળો આપતા ધારાસભ્ય પણ ઉશ્કેરાયા હતા. ખનીજ અધિકારીના ઉદ્ધતાઈ ભર્યા વર્તનથી તેના પર કાયદેસર કાર્યવાહી કરવા ઉઠી લોક માંગ
ADVERTISEMENT