નવી દિલ્હી : કોલકાતામાં સરહદી વિવાદ મુદ્દે ગૃહમંત્રી અમિત શાહે એક હાઇલેવલ બેઠક બોલાવી હતી. જેમાં રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજી સહિત પાંચ રાજ્યનાં સીએન અથવા તેમના પ્રતિનિધિ અને બીએસએફના ટોચના અધિકારી હાજર રહ્યા હતા. જો કે આ દરમિયાન ચાલુ મીટિંગમાં જ મમતા બેનરજી અને બીએસએફના અધિકારી વચ્ચે કોઇ મુદ્દે શાબ્દિક ટપાટપી બાદ મામલો ઉગ્ર બન્યો હતો.
ADVERTISEMENT
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અધિકારીનો વિરોધ કર્યો
બેઠકમાં મુખ્યમંત્રી બેનર્જીએ સીમા સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે, બીએસએફ તરફથી કોઇ સહકાર મળ્યો નથી. ત્યાર બાદ મમતા બેનરજી અને બીએસએફના અધિકારી વચ્ચે વિવાદ થયો હતો. મુખ્યમંત્રી મમતાએ બીએસએફના વ્યાપને 15 કિલોમીટરથી વધારીને 30 કિલોમીટર કરવાની ઘટનાનો વિરોધ કર્યો હતો. બેઠકમાં મતતાએ ગૃહમંત્રી સામે હિંસાનો આરોપ લગાવ્યો હતો. બીએસએફ અધિકારીઓએ રાજ્ય સરકાર પર સહકાર ન આપવાનો આરોપ લગાવ્યો હતો. બીએસએફના અધિકારીએ રાજ્ય સરકાર પર સહકાર નહી આપવાનો આરોપ લગાવ્યો હતો.
બંગાળ અને પશ્ચિમ બંગાળ વચ્ચે સરહદનો મોટો ભાગ
અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ ક્ષેત્રમાં બંગળા એકમાત્ર એવુ રાજ્ય છે જે બાંગ્લાદેશ સાથે સરહદ ધરાવે છે. બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળમાં મોટા પ્રમાણમાં ઘુસણખોરી પણ થતી હોવાના આરોપો લાગતા રહે છે. કેન્દ્ર સરકાર દ્વારા ઘુસણખોરી અટકાવવા માટે બીએસએફના વિસ્તારનો વ્યાપ 15 કિલોમીટરથી વધારીને 50 કિલોમીટર કરાયો છે. જેનાથી બીએસએફને વધારે સત્તા મળે છે.
આંતરરાજ્ય વ્યાપારના નામે દાણચોરીના આક્ષેપ
અત્રે ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં સુરક્ષા, આંતરરાજ્ય વેપાર, ભારત બાંગ્લાદેશ સરહદ પર દાણચોરી અને કનેક્ટિવીટી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરાઇ હતી. આ બેઠકમાં ભાગ લેવા માટે શુક્રવારે સાંજે તેઓ કોલકાતા પહોંચ્યા હતા.
ADVERTISEMENT