અમદાવાદ : ગુજરાત પંચાયતમાં OBC અનામત અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી માંગને વકરતી જોઇને સરકાર દ્વારા ઝવેરી પંચનો રિપોર્ટ જાહેર કરવાની જાહેરાતની સાથે સાથે OBC અનામત અંગે પણ મોટી જાહેરાત કરી હતી. પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, ઝવેરી પંચના રિપોર્ટની અસરકારક તપાસ કરવામાં આવી છે. ઓબીસીને 27 ટકા અનામતની ભલામણ કરવામાં આવી હતી. ST અને SC અનામત યથાવત્ત રાખવાની પણ ભલામણ કરવામાં આવી હતી. જેનો રાજ્ય સરકારે સ્વિકાર કરી લીધો છે. આ નિર્ણય આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી જ લાગુ પડી જશે.
ADVERTISEMENT
આ અંગે કેબિનેટ બેઠકમાં ઋષીકેશ પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, પંચની રચના કરવામાં આવી છે. ભલામણોના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં અનામત આપવામાં આવશે. કુલ બેઠકોના 50 ટકાથી વધે નહી તેવી સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. 2022 માં ઝવેરી કમિશનની રચના કરવામાં આવી હતી. 2023 માં અહેવાલ મળ્યા બાદ 3 મહિનાથી તેનો અભ્યાસ ચાલી રહ્યો હતો. આજે સરકાર દ્વારા આ પંચની ભલામણોને લાગુ કરવાનો નિર્ણય સરકારે લીધો છે.
પંચ દ્વારા એસસી, એસટીની સીટોને કોઇ પણ રીતે સ્પર્શ્યા વગર 27 ટકા અનામત OBC ને આપવાની જાહેરાત કરવામાં આવે તેવી ભલામણ કરી હતી. જેને સરકારે મંજૂરી આપી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 9 જિલ્લામાં અને 61 તાલુકામાં આદિવાસીઓની વસ્તી 50 ટકા કરતા વધારે છે. આ વસ્તી પ્રમાણે બેઠક ફાળવવામાં આવશે. 10 બેઠકો ઓબીસીને આપીએ છીએ તે ચાલુ રહેશે. જો 25 થી 50 ટકા વસ્તી હશે તે નિયમ પ્રમાણે બેઠક આપવી હોય તો ઓબીસી બેઠકો ઘટી જાય તેમ છે. આવા કિસ્સામાં સરકાર 10 ટકા અનામત્ત યથાવત્ત રાખી છે. યુનિટનો અભ્યાસ કર્યા બાદ 27 ટકાએ 50 ટકા કરતા વધે નહી તે જોવાશે. 50 ટકાની ગાઇડ લાઇનને ધ્યાને રાખીને જે ગેપ ભરીએ તો તે 27 ટકા થાય છે.
ઋષીકેશ પટેલે જણાવ્યું કે, ભલામણનો સ્વીકારવામાં આવી છે. OBC સમાજના લોકોને પ્રતિનિધિત્વ મળે તેમાં સરકારને રસ છે. અમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ ઝડપથી થાય તે પ્રમાણેની તૈયારી કરી રહ્યા છીએ. જો કે આગામી ચૂંટણી હાલના સીમાંકન પ્રમાણે જ આયોજીત થશે. વસ્તી પણ તે પ્રકારે જ રિઝર્વ કરવાની રહેશે.
ADVERTISEMENT