અમદાવાદ : ઓનલાઇન ફ્રોડ કરનારા હવે એટલા હાઇટેક થઇ ચુક્યાં છે કે તેમનાથી કઇ રીતે બચવું તે એક મોટો સવાલ થઇ રહ્યો છે. હવે ઓટીપી કે કોઇ લિંક પર ક્લિક કર્યા વગર જ એક બિલ્ડરના લાખો રૂપિયા ઉડી ગયા હતા. મહેસાણાના બિલ્ડરના ખાતામાંથી માત્ર 30 જ મિનિટમાં 37 લાખ રૂપિયા ટ્રાન્સફર થઇ ગયા હતા. બિલ્ડર બેંક ખાતુ બંધ કરાવે તેટલી વારમાં જ બીજા લાખો રૂપિયા ગુમ થઇ ગયા હતા. હાલ તો બિલ્ડરે પોતાનું ખાતુ બંધ કરાવીને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
ADVERTISEMENT
મહેસાણાનો બિલ્ડર બેંકમાં ફરિયાદ કરતો હતો ને પૈસા ઉપડી ગયા પણ બેંક કર્મચારી કંઇ જ ન કરી શક્યાં
મહેસાણા શહેરમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા દુષ્યંતભાઇ પટેલે 21 તારીખે પોતાની ઓફીસે બેઠા હતા. દરમિયાન અચાનક 3.19 વાગ્યે તેમના ફોન પર 10 લાખ રૂપિયા ડેબિટ થઇ ગયા હતા. જેથી તેઓ તત્કાલ પોતાની ICICI બેંકની હોમ બ્રાંચમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે આ અંગે ફરિયાદ કરી હતી. બેંકના કર્મચારીઓ કંઇ ચેક કરે તે પહેલા ફરી એકવાર 17 લાખ રૂપિયા ડેબિટ થયા નો ત્રીજો મેસેજ આવ્યો હતો. જેના કારણે બેંક કર્મચારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
બેંકના કર્મચારીઓથી કંટાળી આખરે પોતાનું એકાઉન્ટ બંધ કરાવ્યું
સમગ્ર મામલે બેંકના કર્મચારીઓ પણ થોડી વાર વિચારમાં પડ્યા હતા. જો કે તેઓ પણ કોઇ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. બિલ્ડરે પોતાની એપ્લીકેશનનો આઇડી પાસવર્ડ નાખવા છતા એપ્લિકેશન ખુલી નહોતી. જેથી કંટાળેલા બિલ્ડરે પોતાનું ખાતુ બંધ કરાવી દીધું હતું.
ADVERTISEMENT