હવે અમદાવાદ- વડોદરા હાઇવેની મુસાફરી થશે મોંઘી, ટોલ ટેક્સમાં ભાવ વધારો ઝીંકાયો

અમદાવાદ: દિવસેને દિવસે સતત મોંઘવારી વધી રહી છે. એક બાદ એક જરૂરી વસ્તુના ભાવ વધી રહ્યા છે. દેશમાં દિવસે દિવસે વધી રહેલી મોંઘવારીથી સામાન્ય માણસની…

gujarattak
follow google news

અમદાવાદ: દિવસેને દિવસે સતત મોંઘવારી વધી રહી છે. એક બાદ એક જરૂરી વસ્તુના ભાવ વધી રહ્યા છે. દેશમાં દિવસે દિવસે વધી રહેલી મોંઘવારીથી સામાન્ય માણસની હાલત કફોડી બની છે. સામાન્ય પરિવારોને ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. એક તરફ વાહનોમાં વપરાતા ઇંધનોના ભાવ આસમાને છે ત્યારે ત્યારે હવે વડોદરાથી અમદાવાદના કારના ટોલ ટેક્સમાં 10 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.

એક તરફ પેટ્રોલ ડીઝલ, એલપીજી અને સીએનજી જેવા ઇંધણોના ભાવ આસમાને છે. ત્યારે બીજી તરફ હવે અમદાવાદ- વડોદરા રોડ પર મુસાફરી પણ મોંઘી થઈ છે. હવેથી કાર, જીપ, વાન અને LMV પ્રકારના વાહનોને અમદાવાદથી વડોદરા ટોલ ટેક્ષ સીંગલ 135 અને રીટર્ન 200 રૂપિયા થશે.

જ્યારે અમદાવાદથી નડિયાદનીં સીંગલ ટ્રીપ માટે રૂા.65 અને રીટર્ન ટ્રીપનાં રૂા.95 રૂપિયા ચૂકવવા પડશે. અમદાવાદથી આણંદનાં સીંગલ ટ્રીપ રૂા.85 અને રીટર્ન ટ્રીપ રૂા.125 ચૂકવવા પડશે. આ ભાવ વધારો એક એપ્રિલથી લાગુ થઈ રહ્યો છે.

આ પણ વાંચો:  IPL 2023 CSKvsGT માંથી કોણ જીતશે? જાણો પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન

કોંગ્રેસે કરી આ માંગ
ભાવ વધારાની જાહેરાત કરાતા કોંગ્રેસે વધતા ભાવને લઈ કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ ઉઠાવ્યા હતા. ત્યારે મોંઘવારીથી લોકો પરેશાન છે, દરેક વસ્તુમાં ભાવ વધારો થાય છે. સામાન્ય અને ગરીબ લોકોને મોંઘવારીથી પરેશાન થતા હોય છે. કોંગ્રેસે વધુમાં જણાવ્યું હતું કે ક્રૂડ ઓઈલના ભાવ ઘટે છે પરંતું પેટ્રોલ ડીઝલના ભાવ ઘટતા નથી. ટ્રાન્સપોર્ટેશનમાં વધારો થશે જે ના થાય તેવી કોંગ્રેસની માંગ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કરી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp