નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: જેમ જેમ ચુંટણી નજીક આવી રહી છે તેમ-તેમ સરકાર સામે કર્મચારીઓની માંગ સામે આવવા લાગે છે. સરકારે ચૂંટણીના વર્ષમાં અનેક આંદોલનોનો સામનો કરવો પડે છે. સરકાર સામે હવે વન વિભાગના કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. વનકર્મીઓએ હડતાળની ચીમકી ઉચ્ચારી છે.
ADVERTISEMENT
વનકર્મીઓએ હવે સરકાર સામે પોતાનો અવાજ ઉચ્ચાર્યો છે. વનવિભાગના કર્મચારીઓએ ગ્રેડ પે, મહિલાઓ રાત્રી ફરજની મુક્તિ સહિતની 14 માંગણીઓ કરી છે. જો આ માંગણીઓ સરકાર નહિ સ્વિકારેતો રાજયના 12 હજાર જેટલા વન વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર જશે તેવી ચીમકી ઉચ્ચારી છે. માંગણીને લઈ રાજ્યભરમાં ઠેર ઠેર વન વિભાગના કર્મચારીઓ લેખિતમાં રજુઆત કરી છે અને સરકારને ખુલ્લી ચેલેન્જ આપી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ને ગણતરીના દિવસો બાકી રહયા છે ત્યારે ગ્રેડ પે મુદ્દાઓને લઈને ગુજરાત સરકાર દ્વારા પોલીસના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. ભુપેન્દ્ર પટેલની સરકાર કોઈ આંદોલન ન થાય તે પ્રયાસો કર્યા પણ બીજી તરફ grade pay નાણા મુદ્દે છેલ્લા બે વર્ષથી લડત લડી રહેલા ગુજરાત રાજ્ય વન રક્ષક કર્મચારી મંડળે હવે આંદોલનનું રણશીંગુ ફૂંકી દીધું છે. અને વનકર્મીની માંગણીઓનો સ્વીકાર નહીં કરવામાં આવે તો તેઓ 29 ઓગષ્ટથી રાજયના 12 હજાર જેટલા કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉતરશે. તેવુ અલટીમેંટમ વનવિભાગના કર્મચારીઓએ રાજ્યવ્યાપી આવેદનપત્ર આપી ગુજરાત સરકારને અને વન મંત્રીને અલ્ટીમેટમ આપી દીધું છે.
આ છે માંગણીઓ
૧૪ જેટલા જે મુદ્દાઓ છે એને લઈને આ બાબતે તેઓ ગુજરાત સરકારને અને મંત્રીને રજૂઆત કરી ચૂક્યા છે ખાસ કરીને તેમને જે રજૂઆત કરી છે એમાં જ મુખ્ય મુદ્દો છે ગ્રેડ પે નો છે તેમજ જાહેર રજાના દિવસોમાં ફરજનો રજા પગાર આપવામાં આવે, ભરતી અને બઢતીનો રેશિયો 1:3 કરવામાં આવે, સમયસર ડ્રેસ આર્ટીકલ તેઓને ફાળવવામાં આવે તેમજ ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવામાં આવે. તથા ૭માં પગાર પંચ મુજબ સ્ટિકર ફાળવવામાં સમયસર કાર્યવાહી કરવામાં આવે ,ખાતાકીય પરીક્ષાઓ સમયસર કાર્યવાહી કરવામાં આવે સમયસર ખાતાકીય પરીક્ષાઓ આપવામાં આવે સમયસર સિનિયોરીટી અને ગ્રેડેશન લીસ્ટ બનાવવામાં આવે. તેમજ જિલ્લા વિભાગીય ઝોનથી થતી બદલીની બાબતે પણ ફેરવિચારણા કરવામાં આવે. આ ઉપરાંત 23-10-2015ના સીસીના ઠરાવને કારણે ગુમાવેલ સીનીયોરિટી બાબતે સરકારમાંથી કર્મચારીઓના હિતમાં હકારાત્મક નિર્ણય લેવામાં આવે
મહિલા કર્મચારીઓને રાત્રે ફેરામાંથી મુક્તિ આપવામાં આવે તેમ જ સમયસર નવી ભરતી કરી કર્મચારીઓ પરથીનું ભારણ ઓછું કરવામાં આવે એટલે કે 14 મુદ્દાઓને રજૂઆત કરવામાં આવી છે અને જો સમયસર નિરાકરણ નહીં આવે તો ગુજરાતમાં ૧૨,૦૦૦ જેટલા વન કર્મચારીઓ ૨૯ તારીખથી અચોક્કસ મુદતની હડતાળ જશે તેવી ચીમકી સરકારને આપવામાં આવી છે
વનમંત્રીને કરી ચૂક્યા છે રજૂઆત
વનપાલ ને 4200 રૂપિયા, વન રક્ષક વર્ગ 3ને 2800 રૂપિયા અને જે વન વિભાગના ચોકીદારોને 1900 રૂપિયા ગ્રેડ પે આપવામાં આવે. સમગ્ર રાજ્યમાં વન વિભાગમાં ફરજ બજાવતા તમામ વનવિભાગના જે કર્મચારીઓ છે જેઓએ પોતાના જિલ્લાઓની અંદર દરેક જગ્યાએ તેઓએ રજૂઆત કરી છે. ત્યારે ગુજરાત રાજ્ય વન રક્ષક કર્મચારી મંડળના પ્રમુખ પ્રવીણ સિંહ ચૌહાણે જણાવ્યું હતું અમે બે વર્ષથી લડત લડી રહયા છે. ગુજરાત સરકાર વન મંત્રી સહિત તમામ અધિકારીને લેખિત અમારી રજુઆત કરી ચુક્યા છે.
વન રક્ષક કર્મચારી મંડળના પ્રમુખે વધુમાં જણાવ્યું કે, અમે ઘણા સમયથી માંગ કરી રહ્યા હતા પરંતુ અમારી માંગણીઓ સ્વીકારવામાં નાથી આવતી. હવે અમે અચોક્કસ મુદતની હડતાલ પર જઈ રહ્યા છીએ. અમારી માંગણીઓને લઇને અમે દરેક જિલ્લાની દરેક કચેરીઓમાં વન કર્મચારીઓ લેખિતમાં પોતાની રજૂઆતો કરેલી છે.
ADVERTISEMENT